છેડછાડ કરનારાની વીફરેલી છોકરીઓએ કરી દીધી ધૂલાઈ, વીડિયો થયો વાયરલ

PC: aajtak.in

રાજસ્થાનના અલવરથી એક વીડિયો વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે. જ્યાં કેટલીક છોકરીઓ છોકરાઓની માર મારી રહેલી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાંક મનચલા આશિકોની છેડછાડ કરવાથી વીફરેલી છોકરીઓએ રણચંડીનું રૂપ ધારણ કરી આ કદમ ઉઠાવ્યું હતું. આ કેસ અલવર જિલ્લાના હરસૌરા થાણા ક્ષેત્રના હમીરપુર ગામનો છે. હવે આ ઘટના સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.

અલવરના હમીરપુર ગામમાં છોકરાઓની છેડછાડથી પરેશાન છોકરીઓએ મર્દાની બનીને આ લફંગાઓને જોરદાર સબક શીખવાડ્યો છે. આ ઘટનાનો છોકરીઓએ જાતે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે અને આરોપી છોકરાઓ વિરુદ્ધ હરોસરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. છોકરીઓ દ્વારા લફંગાઓની ધુલાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. વાત એવી છે કે છોકરીઓ પોતાના ખેતરમાં સાંજે શૌચ માટે ગઈ હતી. તેમને જોઈને ચાર પાંચ છોકરાઓ તેમની સાથે છેડછાડ કરવી કોશિશ કરવા લાગ્યા હતા.

આવું પહેલી વખત નથી થયું જ્યારે આ છોકરાઓએ છોકરીઓને આવી રીતે હેરાન કરી હોય. રોજની તેમની આ હરકતોથી કંટાળીને છોકરીઓએ રવિવારે સાંજે પોતાનું મર્દાની રૂપ ધારણ કરીને આરોપી છોકરાઓની બરાબરનો મેથીપાક ચખાડી દીધો હતો. છોકરીઓનું કહેવું છે કે કેટલાંક છોકરાઓ હંમેશા અમારી સાથે છેડછાડ અને બદ્દમીજી કરતા રહે છે. ઘણી વખત તેમને સમજાવવાની કોશિશ કરી પરંતુ આ લોકો તેમની આદતથી બાઝ આવ્યા ન હતા. પછી અમે તેમને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું. જેના પછી તેમણે ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.

છોકરીઓના પરિવારના લોકોનું કહેવું છે કે તેમણે ઘણી વખત આ છોકરાઓને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ દર વખતે તેમની વાતોને ધ્યાન ન આપી તેઓએ તેમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે હરસૌરા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું છે કે છોકરીના પરિવારના લોકો તરફથી કેસ નોંધાવવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળે પોલીસની ટીમને મોકલવામાં આવી છે અને જલદીથી તમામ છોકરાઓની ધરપકડ કરવામાં આવશે. છોકરીઓ અને તેના પરિવારના લોકોએ શનિવારે આ ફરિયાદ કરી હતી. પોલીસે કહ્યું હતું કે આરોપીઓ છેલ્લા ચાર પાંચ દિવસોથી ખેતરની દિવાલ પર આવીને બેસી જતા હતા. શૌચ કરી રહેલી છોકરીઓની સાથે ખરાબ વર્તન પણ કરતા હતા અને તેમનાથી કંટાળીને છોકરીઓએ આ પગલું ભર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp