તમારી જાતે જ તક આપો, નહીં તો...; પાયલટના મંચ પરથી મંત્રીએ CM ગેહલોતને સંભળાવ્યું

PC: jagran.com

રાજસ્થાનના પૂર્વ DyCM સચિન પાયલોટે સોમવારે કિસાન સંમેલનની શરૂઆત કરી હતી. તેમણે પહેલા દિવસે નાગૌરમાં PM મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર પ્રહારો કર્યા હતા. પાયલોટ પહેલા, તેમના ઘણા સમર્થક ધારાસભ્યોએ તેમના જ CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યું અને સરકારની ખામીઓને પણ સૂચિબદ્ધ કરી. CM ગેહલોત કેબિનેટના મંત્રી હેમરામ ચૌધરીએ ખુલ્લેઆમ કહ્યું કે, સચિન પાયલોટની મહેનતના કારણે જ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની, પરંતુ આજે તેઓ માત્ર ધારાસભ્ય છે. CM ગેહલોતનું નામ લીધા વિના ચૌધરીએ કહ્યું કે, વડીલોએ હવે યુવાનો માટે જગ્યા છોડવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જો આમ નહીં થાય તો યુવાનો ધક્કા મારીને પોતાનું સ્થાન બનાવી લેશે, પરંતુ જો આવું થશે તો શું ઈજ્જત રહેશે.

નાગૌરના પરબતસરમાં, હેમારામ ચૌધરીએ કહ્યું, 'મારી ઉંમર હવે 75 વર્ષની થઇ ગઈ છે, તેમ છતાં હું આ ચૂંટણીમાં પદ માટે સ્થાન છોડું નહિ અને જો હું અન્યને તક ન આપું તો તે કેટલી હદે વાજબી છે.' અન્યને પણ તક મળવી જોઈએ. આજે યુવાનોને પણ આશા છે કે આપણો પણ મોકો આવશે. અમે પણ કોઈ દિવસ ચૂંટણી લડીશું, ધારાસભ્ય બનીશું, મંત્રી બનીશું. અમે તેમને તક આપીશું નહીં તો તેઓ ક્યાંથી મેળવશે. આપણે જે વૃદ્ધો 80થી સત્તા પર બેઠા છીએ, સંગઠનમાં બેઠા છીએ, તેઓએ વિચારવાની જરૂર છે. આપણે નહીં વિચારીએ તો યુવાનો ધક્કા મારીને આપણા સ્થાન પર કબ્જો કરી લેશે, એમાં શું ઈજ્જત રહેશે. એટલા માટે ઈજ્જત તો એમાં છે કે, આપણે પોતે તેમને તક આપી દઈએ.

મંત્રીએ કહ્યું કે સૌએ એકજૂથ થઈને કામ કરવું પડશે. તેણે કહ્યું, 'તાળી એક હાથે નથી વાગે, બંને હાથે વાગે છે. કેટલાક લોકો એક હાથે તાળી પાડવા માંગે છે. તે લોકોએ આ વાતને પોતાના મગજમાંથી કાઢી નાખવી જોઈએ, તાળી ક્યારેય એક હાથથી ન થઈ શકે, તાળી ત્યારે જ થશે જ્યારે બંને હાથ જોડાશે. દરેક વ્યક્તિએ કોંગ્રેસની મજબૂતી માટે કામ કરવું જોઈએ, પોતાની મજબૂતી માટે કામ કરવું જોઈએ નહીં.' ચૌધરીએ કહ્યું કે, 'તેમણે તેમના જીવનમાં પાયલટ જેવો નેતા ક્યારેય જોયો નથી. કોઈ પણ પદ વગરના છે તો પણ લોકોમાં એટલી જ લોકપ્રિયતા છે.

મંત્રીએ તેમની સરકારમાં વીજળી અને ખેડૂતોની હાલત પણ ખરાબ ગણાવી હતી. તેમણે કહ્યું, 'ખેડૂતોની હાલત બહુ સારી નથી. અમે સત્તામાં છીએ એટલે કહી શકતા નથી, પરંતુ આજે વીજળીની શું હાલત છે. અમારી પાસે લોકોના ફોન આવે છે કે અમને વીજળી મળતી નથી. ખેડૂતોના પાક બળી રહ્યાં (સિંચાઈ વિના) છે. ખેડૂતોએ પાકની વાવણી કરી લીધી. તેમના માટે કોણ વ્યવસ્થા કરશે? કાં તો તમે પહેલા કહ્યું હોત કે તમને વીજળી નહીં મળે. આજે તેણે વાવ્યું છે, પૈસા ખર્ચ્યા છે. આ માટે ખેડૂતો, સૌએ એક થવું પડશે. જો તમે એક થઈને લડશો નહીં તો તમારી સમસ્યાઓ હલ કરવી મુશ્કેલ થઈ જશે. તમે લોકો અડગ રહો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp