મુસાફરોને એરપોર્ટ પર જ છોડીને રવાના થયેલી એરલાઈને માગી માફી, આપી આ મોટી ઓફર

PC: hindustantimes.com

ગો ફર્સ્ટ એરલાઈન્સની (Go First) એક ફ્લાઈટ સોમવારના રોજ મુસાફરોને લીધા વગર જ બેંગલુરુથી દિલ્હી જવા માટે રવાના થઈ ગઈ હતી. આ પછી મુસાફરો માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે આ મામલામા DGCA સક્રિય થયા બાદ ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોને ફ્રી ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈને કહ્યું કે, તમામ 55 અસરગ્રસ્ત મુસાફરો એક વર્ષમાં ગમે ત્યારે મુસાફરી કરવા માટે મફત ટિકિટ લઈ શકે છે. એરલાઇન આ ટિકિટ તેમને અપાવશે.

ઉડ્ડયન નિયમનકાર DGCAએ કહ્યું કે, આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ સાથે જ તેમણે કહ્યું કે Go First એરલાઇન જરૂરી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. DGCAએ કહ્યું કે નિયમો મુજબ, સંબંધિત એરલાઇન કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ, લોડ અને ટ્રિમ શીટની તૈયારીની સાથો સાથ કાર્ગોને હેન્ડલ કરવા માટે વ્યવસ્થા કરવા માટે જવાબદાર છે.

DGCAએ Go First એરલાઇન્સને એ પણ સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે, મુસાફરોને હેન્ડલ કરવામાં લાગેલા તમામ કર્મચારીઓની શૉફ્ટ સ્કિલ ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવે જેનાથી મુસાફરોની મદદ માટે સારું વાતાવરણ તૈયાર થઈ શકે.

DGCAએ આ મામલામા ગો ફર્સ્ટના મેનેજર લેવલના અધિકારીને કારણ બતાવો નોટિસ જારી કરી છે કે, તેમના દ્વારા નિયમો અને ફરજની અવગણના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે. અધિકારીને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જવાબના આધાર પર જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જો કે, Go First એરલાઈને સમગ્ર મામલે માફી માંગતા કહ્યું છે કે, બેંગ્લોરથી દિલ્હી જતી ફ્લાઈટ G8 116 દ્વારા અજાણતા થયેલી ભૂલને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના માટે અમે માફી માંગીએ છે.

શું છે મામલો?

સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદોનું માનવામાં આવે તો, પ્લેન 54 મુસાફરોને છોડીને ટેકઓફ કરી ગયું હતું. આ મુસાફરો રનવે પર બસમાં જ બેસી રહ્યા હતા.

એરપોર્ટ પર પરેશાન થતા રહ્યા મુસાફરો

એક સોશિયલ મીડિયા યુઝરે બેંગલુરુ એરપોર્ટનો એક વીડિયો શેર કરીને કહ્યું કે, Go Firstની બેંગલુરુથી દિલ્હી જતી G8116 ફ્લાઇટ 54 મુસાફરોને લીધા વિના જ રવાના થઈ ગઈ હતી. ફ્લાઈટમાં આ 54 મુસાફરોનો સામાન હતો. પરંતુ આ પેસેન્જરોને લીધા વગર જ પ્લેન રવાના થઈ ગયું. યુઝરે લખ્યું હતું કે, ઘણા મુસાફરો એરપોર્ટ પર પરેશાન થઈ રહ્યા છે.

બોર્ડિંગ પાસ લઈ ચૂક્યા હતા મુસાફરો

એક અન્ય સોશિયલ મીડિયા યુઝરે ટ્વીટ કર્યું કે, 'G8116 બેંગ્લોરથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટ રનવે પર જ મુસાફરોને છોડી ગઈ. જો કે, આ મુસાફરો ગેટ નંબર 25 પરથી બોર્ડિંગ પાસ લઈ ચૂક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp