મહાકુંભના ગોલ્ડન બાબા, આટલા કરોડનું સોનું પહેરીને ફરી રહ્યા છે

મહાકુંભના આ આધ્યાત્મિક અને અદ્ભુત ઉત્સવમાં, ઘણા પ્રકારના રંગ રૂપ અને અવનવી વેશભૂષા બનાવેલા સાધુ સંત જોવા મળે છે. આજકાલ, કુંભ મેળામાં આવા જ એક બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જે ઉપરથી લઈને નીચે સુધી પોતાના શરીરને સોનાથી ભરી દીધું છે. જે કોઈની નજર બાબાની તરફ ગઈ, તેની આંખો આશ્ચર્યથી ખુલ્લી જ રહેતી હતી. તેઓ કોઈ દસ કે વીસ તોલા નહીં, પણ ચાર કિલો સોનું પહેરીને ફરતા જોવા મળ્યા હતા, તેની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. આ બાબા નિરંજની અખાડા તરફથી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્વર્ણધારી બાબાનું નામ SK નારાયણ ગિરિ જી મહારાજ છે. જે 67 વર્ષના છે અને કેરળના રહેવાસી છે. હાલમાં આ બાબા દિલ્હીમાં રહે છે. બાબા કહે છે કે, તેમનું બધુ સોનું સાધના સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ, SK નારાયણ ગિરિ જી મહારાજ નિરંજની અખાડાના છે અને હાલમાં કુંભ મેળામાં આવ્યા છે.
બાબાના મતે, તેઓ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. બાબાએ વાતચીતમાં કહ્યું કે, લોકો તેમને 'ગોલ્ડન બાબા' કહે છે. તેમને આમાં કોઈ સમસ્યા નથી. તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં તેમને જોવા માટે ભારે ભીડ એકઠી થઇ જતી હોય છે. બાબા નિરંજની અખાડાના છે અને અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીજીને મળવા આવ્યા હતા.
તેમનું માનવું છે કે ધર્મ અને શિક્ષણને સાથે લઈને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. મેળામાં બાબા જ્યાં પણ જાય છે, તેમની એક ઝલક મેળવવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. લોકો તેમને પ્રેમથી ગોલ્ડન બાબા કહે છે. બાબા પાસે 6 સોનાના લોકેટ છે, જેમાંથી લગભગ 20 માળા બનાવી શકાય છે. બાબાના મોબાઈલમાં સોનાનું બનેલું કવર પણ છે. બાબા કહે છે કે તેમનો સોનાથી શણગારેલો દેખાવ ફક્ત દેખાડો નથી. તે તેમના આધ્યાત્મિક જીવન અને તેમના ગુરુ પ્રત્યેની અતૂટ ભક્તિનું પ્રતીક પણ છે.
મહારાજ SK નારાયણ ગિરિજીના શરીર પર આશરે 4 કિલો સોનું છે, જેની કિંમત 6 કરોડ રૂપિયા છે. વીંટી અને બ્રેસલેટથી લઈને ઘડિયાળ સુધી, બધું જ સોનાનું બનેલું છે. એટલું જ નહીં, તેના હાથમાં રહેલા મોબાઇલનું કવર પણ સોનેરી છે. બાબાના હાથમાં એક લાકડી દેખાય છે અને તે પણ સોનાની બનેલી. આ લાકડીમાં વિવિધ દેવી-દેવતાઓના ઘણા મોટા લોકેટ છે. બાબાના કહેવા મુજબ, તેમણે તેમના ગુરુ પાસેથી દીક્ષા લીધી હતી અને નિરંજની અખાડામાં જોડાયા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ધાર્મિક પ્રસંગોએ, ઘણા બાબાઓ કરોડો રૂપિયાનું સોનું પહેરીને ધાર્મિક તહેવારો કે યાત્રાધામોમાં ફરતા જોવા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp