દેશમાં પ્રથમ વખત પુરૂષો કરતા મહિલાઓની વસ્તી વધુ, પ્રજનન દર પણ ઘટ્યો

PC: zeenews.india.com

ભારતમાં પહેલીવાર મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધી ગઈ છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે મુજબ, દેશમાં દર 1000 પુરુષોએ 1020 મહિલાઓ છે. આઝાદી પછી પહેલીવાર આ રેકોર્ડ ત્યારે બન્યો છે જ્યારે પુરૂષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી 1000ને વટાવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે NFHS-5 ના આંકડા જાહેર કર્યા. આ માહિતી અનુસાર, જન્મ સમયે લિંગ ગુણોત્તરમાં પણ સુધારો થયો છે. 2015-16માં દર 1000 બાળકો દીઠ 919 છોકરીઓ હતી, જે 2019-21માં વધીને 1000 બાળકો દીઠ 929 છોકરીઓ થઈ ગઈ છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)નો ડેટા ગામડાં અને શહેરમાં લિંગ ગુણોત્તરની તુલના કરે છે. સર્વે અનુસાર શહેરોની સરખામણીમાં ગામડાઓમાં સેક્સ રેશિયો ઘણો સારો છે. જ્યારે ગામડાંઓમાં દર 1,000 પુરુષોએ 1,037 સ્ત્રીઓ છે, જ્યારે શહેરોમાં 985 સ્ત્રીઓ છે. અગાઉ NFHS-4 (2019-2020)માં ગામડાંઓમાં 1,000 પુરૂષો દીઠ 1,009 સ્ત્રીઓ અને શહેરોમાં 956 હતી.

30% વસ્તી પાસે પોતાનું શૌચાલય નથી

2015-16માં આધુનિક શૌચાલય ધરાવતા પરિવારો 48.5% હતા. 2019-21માં આ સંખ્યા વધીને 70.2% થઈ ગઈ છે. પરંતુ 30% હજુ પણ વંચિત છે. દેશના 96.8% ઘરોમાં વીજળી પહોંચી ગઈ છે. જ્યારે 2005-06માં હાથ ધરાયેલ NFHS-3 મુજબ, ગુણોત્તર સમાન હતો. 1000 પર 1000 જયારે 2015-16માં NFHS-4માં તે ઘટીને 1000 પર 991 થઈ ગયો. આ પ્રથમ વખત છે, જ્યારે કોઈપણ NFHS અથવા વસ્તી ગણતરીમાં, લિંગ ગુણોત્તર સ્ત્રીઓની તરફેણમાં છે.

બાળકો અને સ્ત્રીઓમાં એનિમિયા મોટી સમસ્યા 

78.6% મહિલાઓ તેમના બેંક ખાતાનું સંચાલન કરે છે. 2015-16માં આ આંકડો માત્ર 53% હતો. તે જ સમયે, 43.3% મહિલાઓના નામે કેટલીક સંપત્તિ છે, જ્યારે 2015-16માં આ આંકડો માત્ર 38.4% હતો. માસિક સ્રાવ દરમિયાન સલામત સ્વચ્છતાના પગલાં અપનાવતી મહિલાઓની ટકાવારી 57.6%થી વધીને 77.3% થઈ ગઈ છે. જોકે, બાળકો અને મહિલાઓમાં એનિમિયા એક મોટી ચિંતા તરીકે ઉભરી આવ્યું છે. 15થી 49 વર્ષની વયના 67.1% બાળકો અને 57% સ્ત્રીઓ એનિમિયાથી પીડિત છે.

રસીકરણ અભિયાનમાં પણ વધારો થયો છે

સર્વેક્ષણ અંતર્ગત, 12-23 મહિનાના બાળકોમાં વિવિધ રોગોને રોકવા માટે સંપૂર્ણ રસીકરણ અભિયાનમાં સમગ્ર ભારતીય સ્તરે 62 ટકાથી 76 ટકા સુધી નોંધપાત્ર સુધારો નોંધવામાં આવ્યો છે. 14 માંથી 11 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં, 12થી 23 મહિનાની ઉંમરના ત્રણ-ચતુર્થાંશ કરતાં વધુ બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp