દેશના 31 ટકા ડૉક્ટરો 12માં ધોરણથી આગળ ભણ્યા જ નથી- સરકારની કબૂલાત

PC: xconomy.com

દેશના 57 ટકા ડૉક્ટરની ડિગ્રી નકલી હોવાના રીપોર્ટ અંગે 2018માં તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ લોકસભામાં કહ્યું હતું કે, આ રીપોર્ટ તદ્દન ખોટો છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો રીપોર્ટ આવ્યા બાદ હવે સરકાર આ વાતને સ્વીકારી રહી છે. દેશભરમાં એલોપેથીની પ્રેક્ટિસ કરનારા મોટાભાગના ડૉક્ટરો ઝોલાછાપ છે. આ માહિતી 6 ઓગસ્ટના રોજ સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલાય દ્વારા આપવામાં આવી છે.

રાષ્ટ્રીય મેડિકલ આયોગ વિધેયકના પ્રશ્નનો જવાબ આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કામ કરી રહેલા ડૉક્ટરોની ઉપલબ્ધિમાં ઘણો અંતર છે. આ કારણે મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો આવા ઝોલાછાપ ડૉક્ટરોની જાળમાં ફસાયા છે. દેશમાં કામ કરતા એલોપેથી ડૉક્ટરોમાંના 57.3 ટકા ડૉક્ટરો પાસે યોગ્ય ડિગ્રી છે જ નહીં. 2016ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે, ભારતમાં પ્રેક્ટિસ કરી રહેલા ડૉક્ટરોમાંથી 57.3 ટકા ડૉક્ટરો પાસે યોગ્ય મેડિકલ ડિગ્રી જ નથી. ઉલ્લેખનીય છે કે, તે સમયે તત્કાલિન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આ વાતને નકારી હતી. લોકસભામાં તેમણે કહ્યું હતું કે, આ રીપોર્ટ તદ્દન ખોટો છે. પણ હવે આ ડેટા પર તેમણે પોતાની સહમતિ વ્યક્ત કરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 2001ના રીપોર્ટ પ્રમાણે ગ્રામીણ વિસ્તારમાં લોકોની સારવાર કરનાર ડૉક્ટરોમાંથી 20 ટકા ડૉક્ટરો પાસે કોઈ મેડિકલ ડિગ્રી જ નથી. રીપોર્ટમાં એવી પણ માહિતી મળી છે કે, ઝોલાછાપ ડૉક્ટરોમાંથી 31 ટકા ડૉક્ટરો તો એવા છે કે જેઓ માત્ર 12માં ધોરણ સુધી જ ભણેલા છે.

હવે સ્વાસ્થ્ય મંત્રાલય સ્વીકારે છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડૉક્ટરોને લઈને ભારે અસમંજસવાળી સ્થિતી સર્જાઈ છે. ગ્રામીણ અને ગરીબ વર્ગ વચ્ચે સારી મેડિકલ સુવિધાનો અભાવ છે. આવામાં અઢળક નકલી ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp