તમે કઈ ચેનલ કેટલી વખત જોઈ રહ્યા છો તેની પર સરકાર રાખશે નજર

PC: wlpapers.com

માહિતી અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલિવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ચિપ જણાવશે કે લોકો કઈ ચેનલને જોઈ છે અને કેટલા સમય સુધી જોય છે. મંત્રાલયના એક સીનીયર ઓફિસરે કહ્યું હતું કે આ પગલાનો હેતુ દરેક ચેનલ માટે દર્શકોના વ્યુઅરશીપ ડેટા ભેગા કરવાનો છે. તેનાથી જાહેરાતકર્તા અને DAVP પોતાની એડ માટે સમજી-વિચારીને ખર્ચ કરી શકશે.

જાણવા મળ્યું છે કે DAVP અલગ અલગ મંત્રાલયો અને તેના સંગઠનોની એડ માટે સરકારની એજન્સી છે. મંત્રાલયે TRAIને કહ્યું છે કે, પ્રસ્તાવ એ છે કે DTH ઓપરેટરોને તેમના નવા સેટ ટોપ બોક્સમાં આ ચિપ લગાવવા માટે કહેવામાં આવશે. આ ચિપ જોવાનારી ચેનલો અને તેના સમયના આંકડા આપશે. આ પ્રસ્તાવ DTH લાઈસન્સ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર TRAI તરફથી કરવામાં આવેલી ભલામણ પર મંત્રાલયની પ્રતિક્રિયાનો હિસ્સો હતો.

અધિકારીએ જણાવ્યું છે કે મંત્રાલયને એવું લાગે છે કે દૂરદર્શનની વ્યુઅરશીપને ઓછી કરીને બતાવવામાં આવે છે અને ચિપ લગાવ્યા પછી ચેનલના સાચા વ્યુઅરશીપ આંકડાઓની જાણકારી મળી શકશે. સરકારના આ પગલાંથી દેશમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(BARC)ની મોનોપોલી પૂરી થી જશે. હાલમાં તેનો કોઈ વિકલ્પ નથી. તે એ નથી બતાવતું કે વ્યુઅરશીપના આંકડા તેમણે કેવી રીતે મળેવ્યા છે અને કયા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.

આ રીતે મંત્રાલય પોતાના આંકડા મેળવીને બાર્કના આંકડાની સાથે સરખામણી કરતા ખબર પડી જશે કે કયા આંકડા સાચા છે. મંત્રાલયે બાર્કના આંકડાની તપાસ માટે 300 મીટરની ખરીદી કરવાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ આટાલા ઓછા મીટર લગાવવાનું શક્ય ન હતું. અધિકારીએ કહ્યું હતું કે બાર્કે લોકોના ટીવી જોવાના આંકડા મેળવવા માટે આશરે 30 હજાર મીટર ટીવી સેટ્સના મધરબોર્ડમાં લગાવ્યા છે.

કોઈ પણ વ્યક્તિ એવું નહીં ચાહશે કે તેમના ટીવીમાં કોઈ પણ વસ્તુ લગાવવામાં આવે પરંતુ બાર્કે આ આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે સંયુક્ત ઈન્ડ્સ્ટ્રી બોડી છે જેનું ગઠન સ્ટેક હોલ્ડર્સ, સરકારના પ્રતિનિધિઓ અને TRAI સાથે ચર્ચા કરીને કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp