ITમા 5 લાખની છૂટ હોવી જોઇએ, સરકાર 3 લાખ કરશે

PC: financialexpress.com

કેન્દ્રના 2018-19ના બજેટને થોડાં સમયની વાર છે ત્યારે લોકોને આશા છે કે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી ઇન્કમટેક્સમાં કેટલીક રાહતો આપી શકે છે. દેશમાં સૌથી ઓછો ઇન્કમટેકસ પાંચ ટકા છે અને સૌથી વધુ ટેક્સ 30 ટકા છે.

એક રિપોર્ટ પ્રમાણે નાણામંત્રાલય સામે વ્યક્તિગત ઇન્કમની મર્યાદા 2.50 લાખથી વધારીને 3.00 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત છે. જો કે આ છૂટ 5.00 લાખ રૂપિયા સુધીની રહે તેમ લોકો ઇચ્છી રહ્યાં છે.

વિશ્વના દેશોમાં જોઇએ તો આ ટેક્સ ભારત કરતાં અન્ય દેશોમાં વધારે છે. યુએસમાં સૌથી વધુ 39.6 ટકા ટેક્સ છે. યુકે અને ચીનમાં 45 ટકા સુધીનો ટેક્સ વસૂલવામાં આવે છે સાઉથ આફ્રિકામાં સૌથી ઓછો 18 ટકા ટેક્સ છે

યુકેમાં મિનિમમ 20 ટકા અને મેગ્ઝિમમ ટેક્સ 45 ટકા છે. યુએસએમાં 10 થી 39.6 ટકા છે. બ્રાઝીલમાં 7.5 ટકાથી 27.5 ટકા છે. ચાઇનામાં મિનિમમ ટેક્સ 3 ટકા છે. ભારતમાં મિનિમમ 10 ટકા અને વધુમાં વધુ 35.5 ટકા છે. રશિયામાં 13 ટકા અને પાકિસ્તામાં બે થી 30 ટકા ટેક્સ છે.

ભારતમાં સૌથી ઓછા ટેક્સ સ્લેબ છે. ચીન અને અમેરિકામાં સાત સ્લેબ છે પાકિસ્તાનમાં 11 છે ભારતમાં 1970માં 11 સ્લેબ હતા તે ઘડાટીને માત્ર ત્રણ રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp