મોદી સરકારની ગિફ્ટ: હવે મોટા ઘર બનાવવા માટે પણ સબસિડી આપશે સરકાર

PC: ndtvimg.com

કેન્દ્ર સરકારે શહેરી ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડીના દાયરાવાળા સસ્તા ઘરોના નિર્માણ ક્ષેત્રમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આવાસ અને શેહરી મામલાના મંત્રાલયે ક્રેડિટ લીંક સબસિડી યોજનાના દાયરામાં મધ્યમ આવક ધરાવતા વર્ગની પહેલી શ્રેણીને એમઆઈજીલ 1ના ઘરોનો કાર્પેટ વિસ્તાર વધારીને 160 વર્ગ મીટર અને એમઆઈજી 2 શ્રેણીના ઘરોનો કાર્પેટ વિસ્તાર વધારીને 200 વર્ગ મીટર કરી દીધો છે.

આ નિર્ણયથી ક્રેડિટ લીંગ સબસિડી યોજના હેઠળ એમઆઈજી 1 શ્રેણીના ખરીદદારોને 2.35 લાખ રૂપિયા અને એમઆઈજી 2 શ્રેણીના ઘર ખરીદનારાઓને 2.30 લાખ રૂપિયા સુધીની સબસિડીનો સીધો લાભ મળશે. મંત્રાલયે મંગળવારે આ યોજના હેઠળ કાર્પેટ વિસ્તારમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપતા ક્રેડિટ લીંક સબસિડી યોજનાના લાભાર્થીઓને આવાસ ઋણમાં છૂટ આપવા માટેનો રસ્તો ક્લિયર કરી દીધો હતો. હાલની વ્યાવસ્થામાં એમઆઈજી 1 શ્રેણીના ઘરો માટે કાર્પેટ વિસ્તાર 120 વર્ગ મીટર અને એમઆઈજી 2 શ્રેણીના ઘરો માટે 150 વર્ગ મીટર નિર્ધારિત હતો.

ક્રેડિટ સબસિડી યોજના હેઠળ એમઆઈજી 1 શ્રેણીના આવાસ ખરીદદારોને વાર્ષિક 6 થી 12 લાખ રૂપિયા અને એમઆઈજી2 શ્રેણી માચે 12 થી 18 લાખ રૂપિયા થવાની પ્રણાલી છે. જેમાં શ્રેણી 1ને 20 વર્ષના સમય માટે 9 લાખ રૂપિયા અને શ્રેણી 2 હેઠળ 12 લાખ રૂપિયાની છૂટ મળે છે.

વાર્ષિક 6-12 લાખ રૂપિયાની કમાણી કરતા લોકો લોન લઈને મકાન ખરીદે છે તો તેમને લોનમાંથી 9 લાખ રૂપિયા પર જે પણ વ્યાજ દર હશે, તેમાં 4 ટકાનું વ્યાજ સરકાર સબસિડીના રૂપમાં આપશે. જ્યારે બીજી શ્રેણીના લોકોને 12 લાખ રૂપિયા પર જે પણ વ્યાજ હશે, તેમાંથી 3 ટકાનું વ્યાજ સરકાર સબસિડીના રૂપમાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp