બજેટમાં જાહેરાતઃ ટૂંક સમયમાં 1, 2, 5, 10 અને 20 રૂપિયાના નવા સિક્કાઓ મળશે

PC: competition.eu

નાણામંત્રી નિર્મલા સિતારમને મોદી સરકારના બીજા કાર્યકાળ માટે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે સામાન્ય લોકો ટૂંક સમયમાં 1, 2, 5, 10 અને 20 રૂપિયાના નવા સિક્કા મેળવી શકશે. સિક્કાઓને દ્રષ્ટીહિન લોકો પણ સ્પર્શતા તેના મૂલ્યને ઓળખી શકશે. બજેટના ભાષણમાં, નાણામંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે, 7 માર્ચ, 2019 ના રોજ વડાપ્રધાને 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા જારી કર્યા હતા, જેને અંધ લોકો સ્પર્શ કરીને ઓળખી શકે છે.

તેમના બજેટ ભાષણમાં, નાણાં મંત્રીએ સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સામેલ સંસ્થાઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) હેઠળ સોશિયલ સ્ટોક એક્સ્ચેન્જની રચનાની જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ એક્સચેન્જ એવા સંગઠનોને મદદ કરશે જેઓ ઇક્વિટી, ઋણ અથવા મ્યુચ્યુઅલ ફંડ એકમો તરીકે સામાજિક કાર્ય માટે મૂડી એકત્ર કરશે.

નિર્મલા સિતારમને સંસદમાં તેમના પ્રથમ બજેટ ભાષણમાં 'મજબૂત રાષ્ટ્ર, મજબૂત નાગરિક' ના સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. મહિલા ઉદ્યમને પ્રોત્સાહન આપવા માટે, નાણા મંત્રીએ દેશના દરેક જીલ્લામાં મહિલા સ્વયં સહાય જૂથ સાથે સંબંધિત વ્યાજ સબસ્ક્રાઇશન પ્રોગ્રામ અમલમાં મૂકવાની જાહેરાત કરી. આ દરમિયાન, નાણામંત્રીએ કહ્યું, 'હું ભારતની સ્ત્રીઓનું ધ્યાન આકર્ષિત કરવા માગુ છું, સ્ત્રીઓ તમે નારાયણી છો. સરકાર માને છે કે અમે માત્ર મહિલાઓના વધુ સહભાગી થકી આગળ વધી શકીએ છીએ. "

બજેટ ભાષણ દરમિયાન મોટી જાહેરાત કરતી વખતે નાણા મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય પાસપોર્ટ ધારક બિન નિવાસી ભારતીયો (એનઆરઆઈ) હવે રાહ જોયા વગર આધાર કાર્ડ મેળવશે. અત્યાર સુધી, એનઆરઆઈને 180 દિવસ રાહ જોવી પડતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp