આ શહેરમાં કોરોના વાયરસથી વરરાજાનું મૃત્યુ, 100થી વધુ જાનૈયા પોઝિટિવ થયા

PC: indiatv.in

બિહારની રાજધાની પટણામાં એક લગ્ન પ્રસંગે કોરોનાથી સંક્રમિતથી એક આખી ચેન ઊભી કરી નાંખી. જેને તોડવા માટે તંત્રને ઘણી મહેનત કરવી પડી હતી. પાલીગંજમાં એક લગ્ન પ્રસંગમાં આવેલા 100થી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાં વરરાજાનું મૃત્યું થયું છે. જ્યારે મીઠાઈવાળા અને વાણંદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે એક સાથે આ સમારોહમાંથી 79 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો.

આ પહેલા 24 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. પટણાથી આશરે 50 કિમી દૂર પાલીગંજના ડીહપાલી ગામમાં રહેતો શખ્સ ગુરૂગ્રામમાં સોફ્ટવેર ઈજનેર હતો. 30 વર્ષના વરરાજા લગ્ન કરવા માટે તા.12 મેના રોજ પટણામાં આવેલા પોતાના ગામમાં આવ્યા હતા. આ દરમિયાન એમના કેટલાક કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. પણ પરિવારજનોએ કોઈ પ્રકારનું ચેકઅપ કરવાના બદલે લગ્ન કરાવી નાંખ્યા. તા. 15 જૂનના રોજ લગ્ન નક્કી થયા જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. લગ્નના બે દિવસ પછી વરરાજાની તબીયત એકાએક લથડતા પટણા એમ્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.

જ્યાં એમનું મૃત્યુ થયું હતું. આ વાતની જાણ જ્યારે તંત્રને થઈ ત્યારે લગ્ન સમારોહમાં આવેલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સોમવારે ટેસ્ટ કરતા જાણવા મળ્યું હતું કે, કુલ 79 લોકો કોરોનાથી સંક્રમિત હતા. જ્યારે સમારોહમાં કુલ 379 લોકો આવ્યા હતા. આ સમારોહમાંથી 100થી વધારે લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. આરોગ્ય વિભાગના સંચાલક પ્રજિત કુમારે જણાવ્યું હતું કે, દર્દીઓને બમેતી ફુલવારીશરીફ મોકલવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના દર્દીઓને બિહટા રવાના કરાયા છે. આ ઘટના સામે આવતા તંત્રએ અનેક વિસ્તાર સીલ કરી દીધા છે. જોકે, રાહતની વાત એ છે કે, દુલ્હન સંક્રમિત થઈ નથી. એનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઘટનાએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના છોંતરા કાઢી નાંખ્યા છે. માત્ર 50 જ લોકોને લગ્ન પ્રસંગમાં આવવા છૂટ આપવામાં આવી છે છતાં આ પ્રસંગમાં અનેક લોકો જોડાયા હતા. આ ઘટનાએ તંત્રની મુશ્કેલીમાં એકાએક વધારો કર્યો હતો. એક તરફ તંત્ર કોરોનાનું સંક્રમણ કોઈ રીતે ન ફેલાઈ એ માટે પગલાં ભરી રહ્યું છે. બીજી તરફ આ પ્રકારના પ્રસંગથી સંક્રમણનો વિસ્ફોટ થઈ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp