અયોધ્યા જનારા આ શ્રદ્ધાળુઓને 5000 રૂપિયા આપશે ગુજરાત સરકાર

PC: indianexpress.com

ગુજરાત સરકારે આદિવાસી સમાજને તીર્થ યાત્રા માટે 5,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે અયોધ્યા જનારા આદિવાસી શ્રદ્ધાળુઓને સરકાર આ લાભ આપશે. તો ગુજરાત સરકારના પર્યટન મંત્રી પૂર્ણેશ મોદીનું માનવું છે કે આ શ્રદ્ધાળુ (આદિવાસી) રામાયણમાં ઉલ્લેખિત શબરીના વંશજ છે. ગુજરાતના પર્યટન મંત્રી પૂર્ણેશ મોદીએ શનિવારે એક સત્તાવાર જાહેરાતમાં કહ્યું કે ગુજરાત સરકાર અયોધ્યામાં રામ જન્મભૂમિનો પ્રવાસ કરનારી દરેક આદિવાસી વ્યક્તિને 5,000 રૂપિયાની નાણાકીય સહાયતા આપશે.

તેમણે કહ્યું કે આદિવાસી લોકો શબરી માતાના વંશજ છે જે 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામને મળ્યા હતા. શુક્રવારે આદિવાસી બહુધા વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના સુબીર ગામમાં સ્થિત શબરી ધામમાં દર્શકોને સંબોધિત કરતા પૂર્ણેશ મોદીએ નાણાકીય સહાયતાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ રકમ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન અને શ્રવણ તીર્થ યાત્રા માટે આપવામાં આવેલી સમાન સહાયતા અનુરૂપ જ છે.

એક દશેરા સમારોહ દરમિયાન પર્યટન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે રાજ્ય સરકારે ડાંગના સાપુતારાથી નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી એક પર્યટન સર્કિટના નિર્માણની શરૂઆત કરી દીધી છે. આદિવાસી શ્રદ્ધાળુઓને 5000 આપવાની જાહેરાત બાદ રાજનીતિના ગલિયારાઓમાં પણ રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસ તેને ચૂંટણી પહેલા આદિવાસીઓ માટે લોભામણી યોજના બતાવી રહી છે.

કોંગ્રેસનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) વર્ષોથી ગુજરાતમાં શાસન કરી રહી છે પરંતુ આદિવાસીઓના વિકાસ માટે આજ સુધી તેમણે કશું જ કર્યું નથી. હવે જ્યારે ચૂંટણી નજીક છે તો તેમને લોભાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી રહી છે. વિજય રૂપાણી સરકારના રાજીનામાં બાદ BJPએ જે સરકાર બનાવી છે તેમાં પણ આદિવાસી સમુદાયનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સમયે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં 4 આદિવાસી મંત્રી છે. આદિવાસી વૉટોને લઈને માનવામાં આવે છે કે તેના પર કોંગ્રેસની પકડ મજબૂત છે એટલે BJP આ વખતે કોર વૉટ બેંકને તોડવાના પ્રયત્નમાં લાગી છે.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રીરામ સદીઓથી હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. શ્રદ્ધાળુ પહેલા પણ અયોધ્યા દર્શને જતા હતા પરંતુ એ સમયે રામ મંદિરનો કેસ કોર્ટમાં હતો અને ભગવાન શ્રીરામ ટેન્ટમાં બિરાજમાન હતા પરંતુ હવે તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યાને એક પર્યટન સ્થળના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શને અયોધ્યા પહોંચશે. ગુજરાતના આદિવાસી માટે પણ ભગવાન શ્રીરામના દર્શન સરળ થઈ જશે. યાત્રામાં આવતો ખર્ચ હવે ગુજરાત સરકાર વાહન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp