ગુજરાતનો આ ‘કાયદો’ દિલ્હીમાં લાગૂ થશે,LG વી કે સક્સેનાએ અમિત શાહને દરખાસ્ત મોકલી

PC: lawtrend.in

દિલ્હીમાં ટુંક સમયમાં ગુજરાતનો ‘કાયદો’ લાગૂ થવાનો થે, દિલ્હીના LG વિનય કુમાર સક્સેનાએ The Gujarat Prevention of Anti-Social Activities Act (PASA) 1985ને દેશની રાજધાની દિલ્હીમાં લાગૂ કરવાની ભલામણ કરી છે. આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દરખાસ્ત મોકલવામાં આવી છે. તો આ કાયદો શુ છે અને શા માટે તેની ચર્ચા ચાલી રહી છે.

આ કાયદા હેઠળ જાહેર વ્યવસ્થા જાળવવા માટે ખતરનાક  ગુનેગારો, બુટલેગરો, ડ્રગ્સના અપરાધીએ, ટ્રાફીક કાયદાનો ભંગ કરનાર, મિલ્કત પડાવી  લેનારઅસામાજિક અને ખતરનાક પ્રવૃતિઓને અટકાવવા માટે સાવધાનીના ભાગ રૂપે અટકાયતમાં લેવાની જોગવાઈ છે.

ગુજરાતનો PASA એક્ટ હમેંશા ચર્ચામા રહ્યો છે. રાજકીય અને સામાજિક સંગઠનોએ આ કાયદાનો મોટા પાયે દુરપયોગ થતો હોવાનો આરોપ લગાવીને ગુજરાત સરકારની અનેક વખત ટીકા કરી છે. કોર્ટે પણ આ કાયદા વિશે ફટકાર લગાવી ચૂકી છે. આ કાયદો 2 વર્ષ પહેલાં પણ ચર્ચામાં રહ્યો હતો જ્યારે એક ડોકટરની PASA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

કોરોના મહામારીના સમયમાં ડોકટર મિતેશ ઠક્કરની પોલીસે રેમડિસિવર ઇંજેકશનના વેચાણની શંકાએ ધરપકડ કરી હતી. ડોકટર મિતેશ ઠક્કર 106 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે 27 જુલાઇ 2021ના દિવસે મિતેશ ઠક્કરને જેલમાંથી છોડી મુકવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે PASA એક્ટ હેઠળ તેમની અટકાયત પર રોક લગાવી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, ગુજરાતમાં 2018 અને 2019માં અનુક્રમે 2,315 અને 3,308 નાગરિકોની અટકાયત PASA કાયદા હેઠળ અટકાયત કરી હતી.

ગયા મે મહિનામાં, ગુજરાત હાઈકોર્ટની સૂચના પર, ગુજરાત સરકારે અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ અટકાયતના આદેશો પસાર કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી અને આધાર વગર માત્ર એક જ ગુના પર આ કાયદાનો અમલ ન કરવા જણાવ્યું હતું.

એ પછી, 3 મેના રોજ, ગુજરાતના ગૃહ વિભાગે અધિકારીઓને સૂચનાઓ જારી કરીને તેઓને તથ્યોનું ધ્યાન રાખવા અને જો વ્યક્તિ જાહેર અવ્યવસ્થાનું કારણ ન હોય તો PASA નો ઉપયોગ ન કરવાનું કહેવામાં આવ્યું છે.

હવે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાને ગુજરાતનો PASAનો કાયદો દિલ્હીમાં લાગૂ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દરખાસ્ત મોકલી છે. જો કેન્દ્રીય ગૃહ મંત્રી આ કાયદાને મંજૂરી આપી દેશે તો દિલ્હીમાં પણ PASAનો કાયદો લાગૂ પડી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp