સોનાના વેપારીઓ ગ્રાહકને છેતરી શકશે નહીં, સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય

PC: samayam.com

ઘણીવાર સોનીઓ દ્વારા ગ્રાહકને છેતરવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. કસ્ટમર જ્યારે સોનાની ખરીદી કરે છે ત્યારે તે સોનાની ગુણવત્તા બાબતે સવાલ કરે છે ત્યારે સોની ગ્રાહકને કહે છે કે, અમે બેઠા છીએ અને ત્યારબાદ જયારે ગ્રાહક અન્ય સોની પાસે સોનું વેંચવા માટે જાય છે ત્યારે તેને પોતે સોનાની ખરીદી કરવામાં છેતરાયો હોવાનો આભાસ થાય છે. સોનાના ઘરેણાની ક્વોલીટીને લઇને સરકારને ઘણી ફરિયાદો મળતી હતી તેથી આ ફરિયાદોને લઇને કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા નિયમ અનુસાર સોનાના વેચાણ પર તેના પર હોલમાર્કિંગ હોવું આજથી એટલે કે, 15 જાન્યુઆરી 2019થી ફરજીયાત બન્યું છે. કોઈ પણ વેપારી કે, સોની હોલમાર્ક વગરના દાગીનાનું વેચાણ કરી શકશે નહીં અને જો તે હોલમાર્ક વગરના દાગીનાનું વેચાણ કરતા ઝડપાશે તો તેને મોટી રકમનો દંડ અને કેટલાક ગંભીર કેસમાં તેને જેલની સજા પણ થઇ શકે છે. સરકારના નિર્ણયથી કોઈ પણ ગ્રાહક હોલમાર્કનું નિશાન જોઈને આશ્વસ્થ થઇને સોનાના ઘરેણાની ખરીદી કરી શકશે.

આ બાબતે BIASના DDG એસ.એસ.પરીખે જણાવ્યું હતું કે, સોનાના દાગીના પર BSIનું હોલમાર્ક 14, 18 અને 22 કેરેટ શુદ્ધતાના દાગીના પર કરવામાં આવશે. હોલમાર્કમાં ચાર વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં BISનો માર્ક, શુધ્ધતા જેમ કે 22 કેરેટ તથા 916, એસેસિંગ સેન્ટરની ઓળખ અને વેપારીની ઓળખનું નિશાન સામેલ કરવામાં આવ્યું છે.

આજથી એટલે કે, 15 જાન્યુઆરીથી જે પણ વેપારી હોલમાર્ક વગરના દાગીનાનું વેચાણ કરતા પકડાશે તો તેની પાસેથી BISના કાયદા હેઠળ એક લાખ રૂપિયાનો દંડ તથા આભૂષણની કિંમતથી પાંચ ગણો વધારે દંડ ભરવો પડશે. આ ઉપરાંત જેલની સજા પણ થઇ શકશે. વેપારીને દંડ કરવો કે, જેલની સજા કરવી તેનો નિર્ણય કોર્ટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp