પૂર્વ વીપી અન્સારીએ કહ્યું -કોરોના પહેલા પણ આપણે ત્યાં બે મહામારી ફેલી ચૂકી હતી

PC: abplive.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરના નવા પુસ્તક ધ બેટલ ઓફ બિલોન્ગિંગના ડીઝિટલ વિમોચન પ્રસંગે હાજર રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ કહ્યું હતું કે કોવિડ એક એકદમ ખરાબ મહામારી છે, પણ એ પહેલાં આપણો સમાજ બે મહામારીઓ ધાર્મિક કટ્ટરતા અને આક્રમક રાષ્ટ્રવાદનો શિકાર થઇ ગયો હતો.વર્ચુઅલ વિમોચનમાં અન્સારી ઉપરાંત જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ પોતાના વિચારો પ્રકટ કર્યા હતા.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ શુક્રવારે અહીં જણાવ્યું હતું કે આજે દેશને આવા પ્રગટ અને સુપ્ત મંતવ્યો અને વિચારધારાઓથી ખતરો છે જે 'અમને અને તેમના' ના કાલ્પનિક વર્ગના આધારે તેમને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે. અન્સારીએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસ સંકટ પહેલા ભારતીય સમાજ બીજી બે મહામારી - 'ધાર્મિક કટ્ટરતા' અને 'આક્રમક રાષ્ટ્રવાદ' નો શિકાર બન્યો હતો, જ્યારે દેશભક્તિ બંને કરતાં વધુ સકારાત્મક ખ્યાલ છે કારણ કે તે લશ્કરી અને સાંસ્કૃતિક રીતે રક્ષણાત્મક છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને હમેંશા વિવાદોમાં રહેતા શશી થરૂરે  એક નવું પુસ્તક લખ્યું છે. ધ બેટલ ઓફ બિલોન્ગિંગ. આ પુસ્તકનું વિમોચન પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હમીદ અન્સારીના હસ્તે રાખવામાં આવ્યું હતું.  હમીદ અન્સારીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ચાર વર્ષના ટુંકા ગાળામાં પણ  ભારતે ઉદાર રાષ્ટ્રવાદના પાયાના દ્રષ્ટિકોણથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એક એવી નવી રાજનીતિક પરિકલ્પના સુધીની સફર કરી લીધા છે જે સાર્વજનિક ક્ષેત્રમાં મજબુતીથી ઘર કરી ગઇ છે.

અન્સારીએ વધુમાં કહ્યું હતું કે કોવિડ એક ઘણી ખરાબ મહામારી છે, પરંતુ આ પહેલાં આપણો સમાજ ઘાર્મિક કટ્ટરતા અને આક્રમક રાષ્ટ્રવાદનો શિકાર બન્યો હતો.

પુસ્તક વિમોચનની ચર્ચામાં ભાગ લઇ રહેલા જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે 1947 અમારી પાસે પાકિસ્તાન સાથે જવાનો મોકો હતો, પરંતુ અમારા વડીલો અને અન્ય લોકોએ વિચાર્યું હતું કે બે રાષ્ટ્રના સિધ્ધાંત આપણા માટે યોગ્ય નથી. તેમણે સાથે સાથે ભાજપ સરકાર પર પણ નિશાન સાધીને કહ્યું હતું કે વર્તમાન સરકાર જે પ્રમાણે દેશને જોવા માંગે છે તે વાતનો હું કયારેય સ્વીકાર કરવાનો નથી.

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp