મંત્રીની પૌત્રી માટે હેલિકોપ્ટર અને પૂર્વ જવાનની દીકરીને સારવાર પણ નહીં, કેમ?

PC: news18.com

હિમાચલ પ્રદેશના જળશક્તિ મંત્રી મહેન્દ્ર સિંહ ઠાકુરની ઈજાગ્રસ્ત પૌત્રીને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવાના મામલામાં રાજકરણ ગરમાયું છે. મામલાને લઇ સોશિયલ મીડિયા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે કોંગ્રેસે પણ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. હરીમપુરમાં ગયા અઠવાડિયે એક પૂર્વ જવાનની ઈજાગ્રસ્ત દીકરીને 5 કલાક સુધી સારવાર મળી નહોતી. આ દરમિયાન બાળકી સ્ટ્રેચર પર જ પડી રહી અને પૂર્વ જવાન મદદ માટે ડૉક્ટરોને આજીજી કરતા રહ્યા. પણ ડૉક્ટરે બાળકીની સારવાર કર નહીં.

પિતાએ દુઃખ વ્યક્ત કર્યું

કોંગ્રેસે પૂર્વ જવાનની દીકરીની સારવાર ન કરવા પર સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની કાર્યપ્રણાલી પર સવાલ ઊભા કર્યા છે અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માગ કરી છે. પૂર્વ સૈનિક વિપિન કુમારે પણ પોતાની દીકરીની સારવાર ન કરવા પર દુઃખ વ્યક્ત કર્યું સાથે જ સરકારના મંત્રીની પૌત્રી માટે હેલિકોપ્ટર મોકલવાની વાત પર રોષ વ્યક્ત કર્યો છે.

મામલો શું છે

હરીમપુરના કક્કડના પૂર્વ સૈનિક વિપિન કુમાર તેમની 5 વર્ષની દીકરી આરુષિને લઈ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. બાળકીના પગમાં 2 ફ્રેક્ચર હતા અને સુજાનપુર રેફર કરવામાં આવી હતી, પણ બાળકી દુખાવાથી તડપતી રહી અને ડૉક્ટરે તેની તપાસ પણ કરી નહીં. જેના પર પૂર્વ જવાને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો. ત્યાર પછી ખાનગી હોસ્પિટલે બાળકીની સારવાર કરી.

પૂર્વ જવાને કહ્યું કે, સારવાર ન કરનારા ડૉક્ટર માટે લોકો કહી રહ્યા છે કે ડૉક્ટરે મુખ્યમંત્રીથી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે અને ડૉક્ટર ખોટા નથી. તો ડૉક્ટરે બાળકીની સારવાર શા માટે કરી નહીં. તેમણે કહ્યું કે, મંત્રીના બાળકો માટે બધી જ સુવિધા આપવામાં આવી રહી છે અને સામાન્ય દર્દીઓ માટે કોઇ સુવિધા નથી. બાળકી સાથે થયેલા વ્યવહારની કશે પણ ફરિયાદ કરી નથી, પણ સરકાર વીડિયોના માધ્યમે આ મામલે તપાસ કરે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુખવિન્દ્ર સિંહે કહ્યું કે, સારવાર માટે સૌ કોઇ માટે એકસમાન કામ હોવું જોઇએ. જો મંત્રીની પૌત્રી માટે હેલિકોપ્ટર આવે છે તો સામાન્ય નાગરિકો માટે પણ આ પ્રકારની જ સુવિધા મળવી જોઈએ. કોંગ્રેસની પૂર્વ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અનીતા વર્માએ કહ્યું કે, મંત્રીની દીકરી પડે છે તો હેલિકોપ્ટરથી હોસ્પિટલ લઇ જવામાં આવે છે. પૂર્વ સૈનિકની દીકરી સાથે બનેલી ઘટનાની તપાસ થવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp