વૃક્ષારોપણ કરવા ખાડો ખોદી રહ્યા હતા, ત્યારે જ જમીનમાંથી પ્રગટ થયા હનુમાનજી

PC: jagran.com

મધ્ય પ્રદેશનાં ભોપાલથી થોડે દૂર બરખેડી અબ્દુલ્લા વિસ્તારમાં જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મૂર્તિને લઈને દાવો તો એવો કરવામાં આવી રહ્યો છે કે હનુમાનજીની મૂર્તિ અતિપ્રાચિન છે, પરંતુ તંત્રએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના બરખેડી અબ્દુલ્લા વિસ્તારમાં ગઈકાલે એક મોટી જમીનમાં વૃક્ષારોપણ માટે ખોદકામ કરતી વખતે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. હનુમાનજીની મૂર્તિ વિશેની વાત ખબર પડતા જ એ વિસ્તારમાં સેંકડો લોકોની ભીડ જમા થઈ ગઈ હતી, જેને પગલે તંત્રએ ત્યાં પોલીસ તૈનાત કરવાની ફરજ પડી હતી.

VIDEO : पौधे à¤⊃2;गाने के à¤⊃2;िए खोद रà¤⊃1;े थे गड्ढा, तभी धरती का सीना फाड़कर बाà¤⊃1;र आए बजरंगबà¤⊃2;ी

જોકે તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં ત્યાંના મન્નત બાબા નામના એક સ્થાનિક સંત ઘણા સમયથી આશ્રમ બનાવવા ઈચ્છતા હતા અને આશ્રમ માટે તેમણે એ જમીન પણ લઈ રાખી હતી. મન્નત બાબા હવે કહી રહ્યા કે હનુમાનજીની મૂર્તિ પ્રકટ થયા બાદ તેઓ ત્યાં એક મોટું અનુષ્ઠાન કરશે અને એને લઈને ત્યાં હજારો ભક્તોની ભીડ જમા થશે.

મન્નત બાબા એમ પણ દાવો કરે છે કે હનુમાનજીની મૂર્તિ અત્યંત પ્રાચિન છે. જોકે તંત્ર એ બાબતે કહે છે મૂર્તિ વિશે ચોક્કસ માહિતી પુરાતત્ત્વ વિભાગ જ બતાવી શકશે. પરંતુ હાલમાં મૂર્તિને લઈને લોકોની જે ભીડ ઉમટી છે એ મેનેજ કરવા માટે તંત્રએ એ વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp