કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની એક ટ્વિટ જોઇને મોદીના મંંત્રી ઉકળ્યા, આપ્યો આ જવાબ

PC: khabarindiatv.com

એરફોર્સના લાપતા થયેલા AN-32નો કાટમાળ મળી આવતાં હવે રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે. વિપક્ષ આ મુદ્દે સરકાર પર હુમલા કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વિમાન ગાયબ થવાનું ચીન કનેક્શન શોધીને ચીન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાની વાત કરતા મોદી સરકારના મંત્રી કિરણ રિજિજુએ જવાબ આપ્યો છે.

હાર્દિક પટેલે કહ્યું કે, ચીન મુર્દાબાદ હતું અને રહેશે. ચીનને કહેવા માગીએ છીએ કે અમારું વિમાન AN-32 અને જવાનો પરત કરો. મોદી સાહેબ ચિંતા ન કરો, અમે બધા તમારી સાથે છીએ. ચીન પર સર્જીકલ સ્ટ્રાઇક કરો અને આપણાં જવાનોને પરત લાવો.

હાર્દિક પટેલની આ ટ્વિટનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, તમે કોંગ્રેસ પાર્ટીના એક નેતા છો, શું તમને ખબર છે કે અરૂણાચલ પ્રદેશ ક્યાં છે. વાત જાણે એમ છે કે કાટમાળ અરૂણાચલ પ્રદેશમાં મળ્યો હતો, એવામાં હાર્દિક પટેલ તરફથી કરવામાં આવેલી આ ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે વાયુસેનાનું વિમાન AN-32 3 જુનના રોજ આસમના જોરહાટમાંથી ટેકઓફ થયા બાદ બપોરે એક વાગ્યે ક્રેશ થઇ ગયું હતું જેમાં 13 મુસાફરો સવાર હતા. આ વિમાન અરૂણાચલ પ્રદેશના મેન્ચુકમાં લેન્ડ કરવાનું હતું એ પહેલા જ અરૂણાચલ પ્રદેશમાં ક્રેશ થઇ ગયું હતું. આ લાપતા થયેલું વિમાનનો આઠ દિવસ બાદ કાટમાળ મળ્યો હતો જે લિપો નામની જગ્યાએથી 16 કિલોમીટર દૂર હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp