હાર્દિક પટેલ PAASને છોડી દેશે?

PC: twitter.com/hardikpatel_

પાછલા અઢી વર્ષથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ PAASને છોડી દેશે એવી અટકળો જોરમાં ચાલી રહી છે. સીડીકાંડ બહાર આવ્યા બાદ હાર્દિક અંદરથી તૂટી ગયો છે અને PAASને રામ-રામ કરવાનું વિચારી રહ્યો હોવાનું તેના નજીકનાં સૂત્રોએ જાણકારી આપી છે.

અશ્વિન સાંકડસરાએ હાર્દિક પટેલની તથાકથિત સીડને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વીરપદેથી ગમે ત્યારે રાજીનામું આપી તેવી માહિતી મળી રહી છે.

ગતરોજ ભરૂચમાં હાર્દિકે કહ્યું હતું કે મારું ગમે તે થાય, મોકો મળે તો મારી નાંખજો પણ અનામત આંદોલનને ચાલુ રાખજો. હાર્દિકની આ વાત બાદ PAASના કેટલાક નેતાઓને હાર્દિકે PAASને છોડવા માટે મન બનાવી લીધું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. હાલ હાર્દિક સીડીકાંડને લઈ અનેક પ્રશ્નોથી ઘેરાઈ જવા પામ્યો છે.

પાટીદાર અનામતમાંથી જાહેર જીવનમાં આવેલા હાર્દિકનો ઝડપથી ઉદય થયો. હાર્દિકની કેરિયરને સાફ કરી દેવા માટે જે પ્રકારે જાળ પાથરવામા આવી છે તે જોતાં તેને જાહેર જીવનમાંથી સાફ કરી દેવામાં પણ તેના વિરોધીઓને વાર લાગશે નહી.

હાર્દિક માટે નૈતિકતાનાં ધોરણે હવે એકજ રસ્તો બચ્યો છે કે તે પાટીદાર અનામત આંદોલન સમિતિને છોડી દે. PAAS સાથે સંકળાયેલા કેટલાક યુવાનો દ્વારા પણ હાર્દિક PAASને અલવિદા કહેવાનાં મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. PAASને છોડવા બાબતે હાર્દિકની પ્રતિક્રિયા જાણી શકાઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp