વીડિયો વાયરલ કરી 10 વર્ષની બાળકીનો ગેંગરેપ, 7માંથી 6 આરોપી 10-12 વર્ષના

PC: indiatoday.com

હરિયાણાના રેવાડીમાં માનવતાને શરમસાર કરનારી એક ઘટના સામે આવી છે. જ્યાં 7 છોકરાઓએ 10 વર્ષીય બાળકી સાથે ગેંગરેપ કર્યો. આરોપીઓમાંથી 6 સગીર છે અને એકની ઉંમર 18 વર્ષ છે. આરોપીઓએ આ ઘટનાનો એક વીડિયો પણ મોબાઇલમાં બનાવ્યો હતો અને ત્યાર બાદ તેને વાયરલ કરી દીધો હતો. ઘટનાનો આ વીડિયો પીડિતાના પાડોશીઓ પાસે પહોંચ્યો હતો, ત્યાર બાદ પાડોશીઓએ આ વીડિયો પીડિતાના પિતાને દેખાડ્યો હતો.

વીડિયો જોઇને બાળકીના પિતાને ધક્કો લાગી ગયો હતો અને તેમણે આ ઘટના અંગેની જાણકારી તરત પોલીસને કરી દીધી. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાંથી 6 આરોપી સગીર છે. વીડિયો બનાવનાર સગીર આરોપીની કોઇ જાણકારી પોલીસ પાસે નથી. પોલીસે આરોપીઓની શોધમાં સતત છાપેમારી કરી છે. વીડિયોના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે, 7 આરોપીઓમાંથી 5 આરોપી પીડિત બાળકીના સંબંધી જ છે. પોલીસે કાર્યવાહી કરતા 5ની ધરપકડ કરી લીધી છે. બે અન્યોની શોધ ચાલી રહી છે.

આ આખી ઘટના તે વિસ્તારના એક જ સ્કૂલની છે. જ્યાં કોરોનાના કારણે એકપણ ક્લાસ લેવાઇ રહ્યો નથી. એવામાં બાળકો ત્યાં રમવા માટે જાય છે. સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં જ્યારે પહેલા ક્લાસ લેવાતો, ત્યાં દરેક આરોપીઓ બાળકીને રમવા માટે લઇ ગયા. આ ઘટના 24 મેના રોજની છે. જ્યાં સવારે આરોપીઓ બાળકીને ત્યાં લઇ ગયા અને ઘટનાને અંજામ આપી.

રેવાડીના ડીએસપીએ જણાવ્યું કે, મહિલા પોલીસ સ્ટેશનમાં આ મામલાને લઇ કેસ દાખલ કરવામાં આવ્યો છે. IPCની ધારા 376D(ગેંગરેપ), 354સી અને 506, એસસી/એસટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બધા આરોપીઓને આ ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સગીર આરોપીઓની ઉંમર 10-12 વર્ષની વચ્ચેની છે. જેમને બાળ સુધાર ગૃહ મોકલી આપવામાં આવ્યા છે. જો 18 વર્ષના આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર પછી તેને પણ જેલ મોકલી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp