કોરોના: આ રાજ્યમાં જેલમાં કેદીઓને મળશે 3 મહિનાની સજામાં માફી

PC: minutemediacdn.com

કોરોના વાયરસના પ્રકોપને કારણે હરિયાણા સરકારે જેલમાં બંધ કેદીઓને ત્રણ મહિના સુધીની સજાની માફીની જાહેરાત કરી છે. રાજ્યના જેલ મંત્રી ચૌધરી રણજીત સિંહે જણાવ્યું કે, સાત વર્ષ સુધીની સજાને 8 અઠવાડિયા સુધીની પેરોલ/ફરલો અને બંદીઓને 60 દિવસ સુધીના જામીન મળશે. 65 વર્ષ કરતા વધુ ઉંમરના કેદીઓને પેરોલ અને ફરલોનો લાભ મળશે. પોક્સો એક્ટ, બળાત્કાર, એસિડ એટેક, ધારા 379-B, માદક પદાર્થ આરોપી અને વિદેશી કેદીઓને કોઈપણ પ્રકારની છૂટ નહીં મળશે.

આ પહેલા તિહાડ જેલના 3 હજાર કેદીઓને છોડવાનો નિર્ણય લીધો હતો. તિહાડ જેલ પ્રશાસને કહ્યું છે કે, કોરોના વાયરસના કારણે આશરે 3 હજાર કેદીઓને છોડવામાં આવશે. જેમા 1500 કેદી એવા છે, જેમને કોર્ટમાંથી અલગ-અલગ અપરાધોમાં સજા થઈ ચુકી છે, તેમને પેરોલ/ફરલો પર છોડવામાં આવશે, જ્યારે આશરે 1500 કેદીઓ એવા છે, જે વિચારાધીન એટલે કે અંડર ટ્રાયલ છે, તેમને આંશિક જામીન આપીને છોડવામાં આવશે. જણાવી દઈએ કે, દેશમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 600ને પાર પહોંચી ગઈ છે. દરમિયાન, પ્રશાસને પરિસ્થિતિ સામે લડવા તૈયારીઓને ઝડપી બનાવી દીધી છે.

શિમલાના અધિકારીએ જણાવ્યું કે, ઉપરોક્ત તૈયારીઓ ઉપરાંત હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાનના છાત્રાવાસોના 2000 રૂમોને આઈસોલેશન કેન્દ્ર બનાવવા માટે પોતાના કબ્જામાં લીધી છે. કોલકાતામાં એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે, શહેરમાં 2200 બેડની સરકારી હોસ્પિટલોમાં અન્ય બીમારીઓના નવા દર્દીઓની ભરતી બંધ કરી દેવામાં આવે છે અને જે દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ છે તેમની સ્થિતિ સ્થિર છે. તેમને રજા આપવામાં આવી રહી છે, જેથી તપાસ કેન્દ્ર બનાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp