મિઝોરમમાં તોફાન-વાવાઝોડું અને વરસાદનું જોર, 150 પરિવારોને બચાવવામાં આવ્યા

PC: democraticaccent.com

મિઝોરમમાં વાવઝોડાની સાથે મૂશળધાર વરસાદ પડતા ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લીધે ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પૂરનું પાણી સતત વધી રહ્યું છે. રાજ્યની રાજધાની આઈઝોલને જોડનારા ઘણા રસ્તાઓ પણ તૂટી ગયા છે.

વીજળાની તારના થાંભલાઓ પણ તૂટી ગયા છે. તમામ સરકારી કાર્યાલયોને ભારે નુકસાન પહોંચ્યું છે. લેંગપુઈ એરપોર્ટ તરફ જતો રસ્તો પણ માટીની ભેખડ ધસી પડવાને લીધે બ્લોક થઈ ગઈ ગયો છે. આ રસ્તાને શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

બીજી તરફ તોફાન અને વરસાદ પછી ઊભી થયેલી પરિસ્થિતિથી નિપટવા માટે રાજ્યના આપત્તિ વિભાગોએ કમર કસી લીધી છે. પૂરથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ભારે વરસાદને લીધે લુંગલેઈ જિલ્લામાં ફસાયેલા 150 પરિવારને બચાવી લેવામાં આવ્યા છે.

મોસમ વિભાગે મિઝોરમમાં 12-16 જૂન સુધૂ ભારે વરસાદની આશંકા જતાવી હતી. માટે હજુ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. વરસાદની આગાહીને લીધે નીચાણવાળા વિસ્તારોમાં હાલત વધારે બગડી શકે છે. મિઝોરમની સાથે નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp