પુલવામા શહીદની પત્ની શાકભાજી વેચે છે, આ મુખ્યમંત્રીએ મોકલી મદદ

PC: kashishnews.com

એક દિવસ પહેલા એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં શહીદ થયેલા CRPF જવાનોની પહેલી વરસી હતી. લોકોએ ભીની આંખોએ ભારતના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને તેમને યાદ કર્યા. એવામાં ઝારખંડના સિમડેગામાં એક એવો કિસ્સો સામે આવ્યો, જે પૂરા દેશ અને તેની વ્યવસ્થાને શરમમાં મૂકાવે એવો છે.

ઝારખંડના ગુમલા જિલ્લાના જે વિજય સોરેંગ પુલવામા હુમલામાં દેશ માટે શહીદ થયા હતા, તેમનો પૂરો પરિવાર ગરીબીમાં જીવી રહ્યો છે. શુક્રવારે વીર શહીદની પત્ની વિમલા દેવીની એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં તે રસ્તાના કિનારે બેસીને શાકભાજી વેચી રહ્યા હતા.

શહીદની પત્નીની આ તસવીર એક યૂઝરે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ટેગ કરીને ટ્વીટ કરી હતી. ત્યાર બાદ હેમંત સોરેને તે વાતની ખબર લીધી અને સિમડેગા જિલ્લા તંત્રને તરત જ શહીદના પરિવારને મદદ કરવા માટેનો આદેશ આપ્યો.

મુખ્યમંત્રીએ સિમડેગાના ડેપ્યુટી કમિશ્નરને ટેગ કરીને લખ્યું, શહીદ દેશની ધરોહર હોય છે. કૃપા કરીને તેમની દરેક રીતની મદદ કરતા જરૂરી દરેક સરકારી યોજનાનો લાભ તરત પહોંચાડો અને મને જાણ કરો.

મુખ્યમંત્રીનો આદેશ મળતા જ જિલ્લા તંત્ર એક્શનમાં આવી ગયું અને થોડી જ વારમાં DCએ રિપ્લાઈ કર્યો, ‘સર જિલ્લા તંત્ર દ્વારા શહીદના પરિવારોને દરેક સંભવ મદદ કરવાની પહેલ કરવામાં આવી રહી છે.’ શુક્રવારે સવારે જ અનુમંજલ પદાધિકારી, સિમડેગા અને પ્રખંડ વિકાસ પદાધિકારી, સિમડેગાના શહીદ પરિવારના ઘરે જઈને તેમની મુલાકાત લીધી અને ખબર અંતર પૂછ્યાં.

જણાવી દઈએ કે, ઝારખંડના તત્કાલીન મુખ્યમંત્રી રઘુવર દાસે હુમલાના બે દિવસ બાદ એટલે કે 16 ફેબ્રુઆરી 2019ના રોજ એક મહિનાનું વેતન આપવાનું એલાન કર્યું હતું. તેમના મંત્રીઓએ પણ આ જ વાત કરી હતી. જોકે, રઘુવીર દાસની સરકાર ચાલી ગઈ અને આર્થિક મદદ 1 વર્ષ બાદ પણ ફાઈલોમાં ધૂળ ખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp