હિન્દુ બહુમતિ ધરાવતા ગામના એકમાત્ર મુસ્લિમ પરિવારના સભ્યને બનાવ્યા સરપંચ

PC: pragativadi.com

જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી નવ ચરણના પંચાયતી ચૂંટણીમાં ભદ્રવાહ શહેરમાં હિંદુઓની બહુમતિ ધરાવતા એક ગામે સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાની મિસાલ રજૂ કરતા ગામના એકમાત્ર મુસ્લિમ પરિવારના મુખિયાની નિર્વિરોધ પોતાના સરપંચ તરીકે પસંદગી કરી છે. ચૌધરી મોહમ્મદ હુસેન (54) ઘેટા-બકરા ચરાવતા પરિવારમાંથી આવતા એક ગુજ્જર છે. હુસેન હંગાની પંચાયતના ભેલન-મેરાઠી ગામના સરપંચ તરીકે પસંદગી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, ગામમાં રહેતા 450 પરિવારોમાં હુસેનનુ એકમાત્ર મુસ્લિવમ પરિવાર છે. તે પોતાની પત્ની, પાંચ દીકરા અને વહુ સાથે રહે છે, જ્યારે તેમની ચાર દીકરીઓના લગ્ન થઈ ગયા છે.

આ અંગે ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, ધ્રુવીકૃત અને સાંપ્રદાયિક આધાર પર દરેક બાબતને તોલનારા સમાજમાં આ અજીબ લાગી શકે છે, પરંતુ અમને અમારા ભાઈચારા પર નાઝ છે. હુસેનની પસંદગી સર્વસહમતિથી કરવામાં આવી છે. તેમનો સમુદાય સૌહાર્દપુર્ણ સહઅસ્તિત્વ અને ભાઈચારા માટે એક મિશાલ રજૂ કરવા માંગતા હતા, જે આપણા દેશની તાકાત છે.

આ અંગે હુસેને જણાવ્યુ હતુ કે, અમે લોકો સૌહાર્દથૂ ભરપૂર માહોલમાં રહેતા આવ્યા છીએ. તેમણે મને એવો ક્યારેય અનુભવ નથી થવા દીધો કે ગામમાં રહેનારો હું એકમાત્ર મુસ્લિમ છું. મને પોતાનો સરપંચ પસંદ કરીને તેમજ નિર્વિરોધ પસંદગી કરીને તેમણે મારા પ્રત્યે પોતાનો જે પ્રેમ દર્શાવ્યો છે, તેઓ તેને એક અલગ સ્તર પર લઈ ગયા, જેને માટે હું જીવનભર તેમનો આભારી રહીશ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp