રાજનાથ સિંહને સ્વાગતમાં સોનાનો મુકુટ પહેરાવ્યો પણ તેમણે ઇનકાર કરી દીધો અને પછી..

PC: patrika.com

મોદી સરકારમાં ગૃહમંત્રીની જવાબદારીનું વહન કરતાં રાજનાથસિંહનું એક જગ્યાએ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. ફુલોની માળાની સાથે આયોજકો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને માથા પર સોનાનો મુકુટ પહેરાવવામાં આવી રહ્યો હતો. ત્યારે રાજનાથસિંહે આ સોનાનો મુકુટ પહેરવાની ના પાડી દીધી હતી. અને આયોજકોને આ મુકુટ પરત કરી દીધો હતો. સાથે જ એક સલાહ આપી હતી જેથી આયોજકો સહિત હાજર સૌ કોઈએ તેમની આ સલાહ પર તાળીઓનો ગડગડાટ કરી હર્ષનાદ કરી મુક્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહએ પોતાના સ્વાગતમાં પહેરાવવામા આવેલ સોનાના મુકુટને એમ કહેતા પરત કર્યો કે, આ મુકુટને તે ગરીબ પરિવારને આપવામાં આવે. જે પિતા પાસે પુત્રીના લગ્ન કરવાના હોય, દીકરી પરણવા લાયક હોય અને તેમની પાસે એ દીકરીને આપવા માટે ચાંદીના ઝાંઝર પણ ન હોય તેવી દીકરીને આ મુકુટમાંથી સોનાની પાયલ આપજો. જેથી દીકરી સોનાની પાયલ પહેરીને વિદાય થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp