મૂર્તિ તોડનાર વિરુદ્ધ ગૃહમંત્રીએ લીધો મોટો નિર્ણય

PC: beingmanipuri.com

દેશના જુદા-જુદા રાજ્યમાં એક પછી એક મૂર્તિની ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકોને ચેતવણી આપી છે અને આવું કૃત્ય કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે દેશની મહાન હસ્તીઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે હમણાં થોડા દિવસોમાં ઘણી મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી છે. ભારતીય સંસ્કૃતિ તેની અનુમતિ આપતી નથી. તમે ભલે કોઈની વિચારધારા સાથે સહમત ના હોવ પણ તેના વિરોધમાં મૂર્તિ તોડવાની અનુમતિ આપવામાં આવશે નહીં. સિંહે જલિયાવાલામાં હાજર રહેલા લોકોને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે અસહિષ્ણુતા અને હિંસા આપણી સંસ્કૃતિનો હિસ્સો નથી.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે મહાન હસ્તીઓની મૂર્તિઓનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. જો આ પ્રકારની કોઈ ઘટના હવે સામે આવશે તો આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર દેશના અધિકારીઓને આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે. પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રીએ દેશની સ્વતંત્રતાના સંગ્રામમાં પોતાનું બલિદાન આપનાર ભગતસિંહ અનો ઉદ્યમસિંહ જેવા લોકો વિશે વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp