પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલય એક્શન મોડમાં, રીપોર્ટની કરી માગ

PC: indiatv.in

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ બાદ વિપક્ષના કાર્યકર્તાઓને નિશાન બનાવી કરવામાં આવેલી હિંસાને લઈને સોમવારે પશ્ચિમ બંગાળ સરકાર પાસે અહેવાલ માગ્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપ સહિત વિપક્ષના કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસની જીત થઈ હતી.

એક પ્રવક્તાએ ટ્વીટ કર્યું હતું કે, ગૃહમંત્રાલયે રાજ્યમાં ચૂંટણીના પરિણામ બાદ વિપક્ષી કાર્યકર્તાઓને નિશાન બનાવીને હિંસા કરી છે. જેને લઈને કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર પાસે રીપોર્ટ માગ્યો છે. ભાજપે એવો આરોપ લગાવ્યો હતો કે, હુગલી જિલ્લામાં આવેલા પક્ષના કાર્યાલયમાં આગચંપી કરવામાં આવી અને રાજ્યમાં શુભેંદુ અધિકારી સહિત ઘણા નેતાઓને તૃણમુલ કોંગ્રેસ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના સમર્થકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

રવિવારે ભાજપે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ હુગલી જિલ્લામાં એમના પક્ષના કાર્યાલયને આગ લગાવી દીધી છે. શુભેંદુ અધિકારી સહિત કેટલાક નેતાઓ સાથે મારપીટ કરવામાં આવી છે. પક્ષે એવું કહ્યું કે, આ બધુ ત્યારે કરવામાં આવ્યું છે જ્યારે, ચૂંટણી પરિણામમાં જોવા મળ્યું કે, મમતા બનર્જીની પાર્ટી બંગાળમાં પોતાની સત્તા યથાવત રાખવાની છે. ત્યારે આક્રમક વલણ જોવા મળ્યું છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના પોલીસ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે, જે આરોપીઓ ઝડપાશે એમને કડક સજા ફટકારવામાં આવશે. સ્થાનિક ભાજપ નેતાએ એવો દાવો કર્યો હતો કે, તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એમના પક્ષના ઉમેદવાર સુજાતા મંડલની હાર બાદ ભગવા પક્ષે આરામબાગ કાર્યાલયને આગ લગાવી દીધી હતી.

બીજી તરફ, આ ઘટના અંગે તૃણમુલ કોંગ્રેસે ઈન્કાર કર્યો હતો. સ્થાનિક ભાજપ નેતાએ ત્યાં સુધી કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસે પોતાના ઉમેદવારની હારનો બદલો લેવા માટે આગચંપી કરી છે. જોકે, આ ઘટનાની નોંધ દિલ્હી સુધી લેવાઈ રહી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, બંને પક્ષના સમર્થક ઉત્તર 24 પરગના બારાસાત વિસ્તારમાં ચૂંટણી પરિણામને લઈને આક્રમક ચર્ચા બાદ કેટલાક શખ્સો મારપીટ પર ઊતરી આવ્યા હતા. ભાજપે એવો પણ દાવો કર્યો હતો કે, તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેલાઘાટ વિસ્તારમાં પણ ખરાબ રીતે મારપીટ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp