જાણો 4 કલાક સુધી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ASI સર્વેમાં શું શું થયું?

PC: indiatoday.in

વારાણસી જિલ્લા કોર્ટના આદેશ બાદ સોમવારે જ્ઞાનવાપી પરિસરમાં ASIની ટીમે સર્વે કર્યો હતો. આ દરમિયાન ASIની 4 ટીમોએ અલગ-અલગ જગ્યાઓ પર સર્વે કર્યો. ASI તરફથી સર્વે માટે 4 અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. તેમાં એક ટીમ પશ્ચિમી દીવાલ પાસે, એક ટીમે ગુંબજોનો સર્વે, એક ટીમે મસ્જિદના ચબૂતરાનો અને એક ટીમે પરિસરનો સર્વે કર્યો. ASIનો સર્વે લગભગ 4 કલાક સુધી ચાલુ રહ્યો.

જો કે, મુસ્લિમ પક્ષ તરફથી સર્વેને રોકવાને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર સુનાવણી બાદ તેના પર રોક લગાવી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે 26 જુલાઇ સાંજે 5:00 વાગ્યા સુધી સર્વે પર રોક લગાવી છે. ASIની 43 સર્વેયર ટીમ સવારે 7:00 વાગ્યે પરિસરમાં પહોંચી ગઈ હતી. ટીમે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના બેરિકેડવાળા વિસ્તારના કેટલાક હિસ્સાને માપ્યો, તસવીરો ખેચી અને વીડિયો બનાવ્યા. ટીમે આ દરમિયાન કેટલીક જગ્યાઓ પરથી માટીના નમૂના પણ લીધા.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, સર્વેની કાર્યવાહીથી બહાર નીકળ્યા બાદ હિન્દુ પક્ષના એક એડવોકેટ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું કે, સર્વેક્ષણની કાર્યવાહી લગભગ 4 કલાક ચાલી. પહેલા આખા પરિસરની મુલાકાત અને ચકાસણી કરવામાં આવી. 4 ટીમોને ચારે ખૂણામાં લગાવવામાં આવી હતી. સર્વે દરમિયાન 4 કેમેરા પરિસરના ચારેય ખૂણા પર લગાવીને બધી ગતિવિધિઓને રેકોર્ડ કરવામાં આવી છે. પરિસરમાં લાગેલા પથ્થર અને ઇંટોની જાણકારી લેવામાં આવી.

તેમણે દાવો કર્યો કે, અમને વિશ્વાસ છે કે આખું પરિસર મંદિરનું જ છે અને સર્વેનું પરિણામ અમારા પક્ષમાં આવશે. ASI સર્વેમાં બધા પક્ષોના વકીલ અને પક્ષકાર પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન 4 હિન્દુ પક્ષકાર રેખા પાઠક, મંજૂ વ્યાસ, સીતા સાહૂ અને લક્ષ્મી દેવી સાથે તેમના વકીલ સુભાષ નંદન ચતુર્વેદી અને સુધીર ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. શૃંગાર ગૌરી જ્ઞાનવાપી કેસમાં ઉત્તર પ્રદેશ સરકારના વિશેષ વકીલ રાજેશ મિશ્રા પણ ઉપસ્થિત હતા. એ સિવાય વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી પણ ઘટનાસ્થળ પર ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 6-7 મેના રોજ વારાણસી જિલ્લા કોર્ટના આદેશ બાદ કોર્ટ કમિશનરની દેખરેખમાં સર્વે કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન સર્વેમાં મસ્જિદમાં હિન્દુ દેવી-દેવતાઓની કલાકૃતિઓ મળી હતી. એ સિવાય એવા ઘણા ચિહ્ન મળ્યા હતા જે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. એ સિવાય એક કથિત શિવલિંગ પણ મળી હતી. જેને મુસ્લિમ પક્ષ ફૂવારો બતાવી રહ્યો છે. ગયા વર્ષે થયેલા સર્વેમાં માત્ર ઘટનાથળ પર ઉપસ્થિત સ્થિતિની તપાસ કરવામાં આવી હતી. તેમાં પરિસરની તસવીર અને વીડિયોગ્રાફી કરાવવામાં આવી હતી. જો કે, તેની સર્વેમાં કોઈ પણ પ્રકારની સાયન્ટિફિકટ તપાસ કરવામાં આવી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp