લગ્ન પછી પત્નીએ કહ્યું મારે તો બીજા સાથે લગ્નુ કરવા હતા, 4 વર્ષ સહન કરવું પડ્યું

PC: youtube.com

રાજ્યમાં અજીબ ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ તેની પત્નીને ચાર વર્ષ કરતા પણ વધારે સમયથી પત્ની તરીકેનો અધિકાર ન આપતા મહિલાએ મહિલા અભયમ હેલ્પ લાઇનમાં ફરિયાદ નોંધાવી મદદ માંગી હતી.

રિપોર્ટ અનુસાર વડોદરા નજીક આવેલા ગામમાં રહેતી યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવક તેની પત્નીને કોઈ પણ જગ્યાએ લઈ જતો ન હતો. લગ્નના ચાર દિવસ પછી પત્નીએ તેના પતિ સાથે એક મજાક કરી હતી. પણ આ મજાકની સજા પરિણીતાને એક-બે નહીં પરંતુ ચાર વર્ષ ભોગવવાનો વારો આવ્યો પરંતુ અંતે પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ મહિલા અભયમ હેલ્પ લાઇનમાં કરતાં હેલ્પ લાઈનની ટીમે પરિણીતાના પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું.

પરિણીતાએ ચાર વર્ષ પહેલાં તેના પતિને કહ્યું હતું કે, તેને લગ્ન કરવા ન હતા પરંતુ પરિવારના સભ્યો બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા છે. પરિણીતાની આ મજાકને કારણે પતિએ તેને ચાર વર્ષ સુધી પત્ની તરીકેનો અધિકાર ન આપ્યો. પરિણીતાના મોઢેથી મારે તો બીજા લગ્ન કરવા હતાની વાત સાંભળીને પતિએ પત્નીને ઇગ્નોર કરવાનું શરૂ કર્યું હતું. તેથી જ પત્નીને ત્રણ વર્ષ સુધી પતિથી પત્ની તરીકેનો અધિકાર ગુમાવવો પડયો પરંતુ અંતે મહિલા અભયમ હેલ્પલાઇન દ્વારા પત્ની ગેરસમજને દૂર કરીને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.

એવી પણ માહિતી સામે આવી છે કે, પતિ-પત્નીની ઉપેક્ષા કરતો હોવાના કારણે તે કંટાળીને પોતાના પિયર જતી રહી હતી પરંતુ પરિણીતાના માતા-પિતા દ્વારા તેને સમજાવીને સાસરે પરત મોકલવામાં આવી હતી. આ ઘટનામાં અભયમની ટીમે પતિ-પત્ની વચ્ચે ઉભી થયેલી ગેરસમજને દૂર કરી હતી. અને અંતે પતિ-પત્નીએ એકબીજાની માફી માગી હતી. 

ઉલ્લેખનીય છે કે, લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની મોટી તકરાર થઇ હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. કેટલીક વખત તો આ કિસ્સાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચતા હોય છે. કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા લોકડાઉનમાં પતિ-પત્ની 24 કલાક સાથે રહેતા હોવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં પણ વધારો થયો હતો. નાની-નાની વાતને લઈને પતિ પત્નીના ઝગડા થયા હોવાના પણ કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp