આવક ઓછી હોવાથી પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, પતિની થઇ હત્યા

PC: bhaskar.com

રાજસ્થાનના બાડમેરમાં એક પત્નીએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, પતિની આવક ઓછી હતી. પત્ની હંમેશાં પૈસાની બાબતમાં ઝઘડો કરતી હતી. બંને વચ્ચે આ બાબતને લઈને ઝઘડો થતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારે મોડી રાતે બંને પતિ-પત્ની વચ્ચે પૈસાને લઈને ઘણો વિવાદ થયો હતો. આ દરમિયાન પત્નીના હાથમાં એક બેલ્ટ આવી ગયો. તેણે બેલ્ટથી ગળું દબાવી પતિની હત્યા કરી નાંખી હતી. પતિ પત્નીના ઝઘડાનો અવાજ આવવા લાગ્યો તો પરિવારવાળા દીકરાના ઘર તરફ દોડ્યા. પરિવારના લોકોનું કહેવું છે કે, જેવા તેઓ ઉપર પહોંચ્યા અને જોયુ તો તેમનો દીકરો જમીન પર પડ્યો હતો અને વહુ તેની લાશ પાસે ઊભી હતી. આ ઘટના બાડમેરમાં જટિયોના નવા વાસની છે.

હકીકતમાં પત્ની નશામાં હતી. તેણે તેના પતિને બેલ્ટ વડે ગળું દબાવી મોતના ઘાટ ઉતારી દીધો હતો. પતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકની માતાએ પોલીસ સ્ટેશનમાં વહુ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પત્નીને કસ્ટડીમાં લઇ લીધી હતી. પૂછપરછમાં તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. હવે પોલીસ હત્યાના કારણોની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારી ઉગમરાજ સોનીનું કહેવું છે કે, શહેરના જટિયો વાસના રહેવાસી કુંતી જયરામે હત્યાના મામલે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે. તેણે તેના રિપોર્ટમાં કહ્યું છે કે, તેના દીકરા અનિલ કુમારની હત્યા તેની પત્ની મંજુએ મંગળવારે રાતે ગળું દબાવી કરી હતી. આથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને ત્યાંથી લઇ જિલ્લાની હોસ્પિટલના શબઘરમાં મુકાવી દીધો હતો.

પોલીસનું કહેવું છે કે, હાલ તપાસમાં સામે આવ્યું છે કે પતિ ઓછું કમાતો હતો, આ કારણે બંને પતિ પત્ની વચ્ચે હંમેશાં ઝઘડાઓ થતા હતા. બનાવના દિવસે પતિ પત્ની બંનેએ દારુ પીધો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. ત્યારબાદ પત્નીએ ગુસ્સામાં આવી પતિની હતા કરી નાખી હતી. મૃતકની મા તરફથી દાખલ કરાવેલા રિપોર્ટ પછી પોલીસે મંજુની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં મંજુએ હત્યા કરવાની વાતનો સ્વીકાર કર્યો હતો. આના પર આરોપી મંજુને કસ્ટડીમાં લીધી હતી. પોલીસ બધા પાસાઓને ધ્યાનમાં રાખી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp