બેડ પર દિયરની સાથે હતી પત્ની, પતિએ બંનેને કાપી નાખ્યા

PC: intoday.in

પતિના સૂવાની સાથે જ પત્ની તેના પ્રેમી પાસે જતી રહી. ત્યારે જ અચાનક પતિ ઊંઘમાંથી ઉઠ્યો અને જોયું તો પત્ની મળી નહિ. ત્યાર પછી તેણે પત્નીને પ્રેમી જોડે બેડ પર જોઈ. ગુસ્સામાં તેણે પહેલા પ્રેમીને મારી નાખ્યો અને પછી પત્નીની પણ હત્યા કરી નાખી. આ ભયાવહ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાની છે.

કાનપુર જિલ્લાના નરૌરા ગામમાં આ ખતરનાક ઘટના બની હતી. નરૌરા ગામમાં રહેનારા રાજેશ કુરીલને શંકા હતી કે તેની ફોઈના દીકરા મનીષ અને તેની પત્ની વચ્ચે અવૈધ સંબંધ છે. પણ તેને પુરાવો નહોતો મળ્યો.

આ વાતને લઈને રાજેશ તેની પત્ની જોડે રોજ ઝઘડતો. જેને લીધે મનીષનું ઘરે આવવાનું પણ બંધ થઈ ગયું હતું. પણ ત્યાર પછી ફરી એકવાર મનીષનું રાજેશના ઘરે આવવાનું થયું. આ વખતે રાજેશ ઘાત લગાવીને બેઠો હતો.

રાતે બધાં હળીમળીને જમતા હતા. ત્યાર પછી સૂઈ ગયા હતાં. પણ રાજેશને ઊંઘ આવતી ન હતી, કારણ કે તેને પોતાની પત્ની પર શંકા હતી.

તો તકની રાહ જોઈ રહેલા બંને પ્રેમીઓ મનીષ અને સુનીતા ચાન્સ મળતા જ બેડ પર ચાલ્યા ગયા હતા. આ વાતની જાણ હોવા છતાં રાજેશ કાંઈ બોલ્યો નહિ. પણ થોડા સમય પછી તે ગુસ્સે ભરાઈ ગયો. તેણે પોતાના પથી કાબૂ ગુમાવી દીધો હતો.

અને ગુસ્સામાં તેણે પહેલા તો ધારદાર હથિયાર વડે મનીષ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી હતી. આ જોઈ પત્નીએ ભાગવાની કોશિશ કરી હતી. પણ રાજેશે તેને પણ પકડી લીધી અને તેની પણ હત્યા કરી નાખી.

બંનેની હત્યા કર્યા પછી રાજેશે પોતે જ પોલીસને જાણ કરી હતી. જે સાંભળી પોલીસને પણ વિશ્વાસ ન થયો. ઘટના સાચેમાં બની છે કે નહિ તે ચકાસવા માટે પોલીસ રાજેશના ઘરે પહોંચી, તો તેઓ પણ ચોંકી ગયા હતા. ફોન પર મળેલી જાણકારી ખરેખર સાચી હતી. ત્યાર પછી પોલીસે રાજેશની ધરપકડ કરી. અને બંને શવોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp