આ લોકો જો લિફ્ટનો ઉપયોગ કરશે તો 300 રૂપિયા દંડ એક સોસાયટીના ફતવાથી બબાલ

PC: thenewsminute.com

હેદ્રાબાદની એક સોસાયટીમાં એક વિચિત્ર નોટીસ લગાવવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે જો સોસાયટીની લિફટનો કામવાળી, ડ્રાઇવર કે ડિલિવરી બોય ઉપયોગ કરશે તો 300 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. નોટીસનો ફોટો વાયરલ થતા લોકો સોસાયટી પર ભડકી ઉઠયા છે અને આવા ભેદભાવો રોકવા માટે અપીલ કરી રહ્યા છે તો કેટલાંક લોકો આ સોસાયટી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

એક ફ્રીલાન્સ પત્રકાર હર્ષ વડલમણિએ 12 જાન્યુઆરીએ હૈદ્રાબાદની એક સોસાયટીની નોટીસનો ફોટો ટવીટ કર્યો હતો. નોટીસમાં લખ્યું હતું કે જો ઘરકામ માટે આવતી મહિલાઓ, ડ્રાઇવર કે ડિલિવરી બોય સોસાયટીની લિફ્ટનો ઉપયોગ કરશે તો 300 રૂપિયા દંડ લેવામાં આવશે.

આ ફોટો વાયરલ થતા તેલંગણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU)ના નામથી ટવીટર હેન્ડલ પર લખવામાં આવ્યું કે સરકારી અધિકારીઓએ આવા પ્રકારના ભેદભાવોને રોકવા જોઇએ. આ ટવીટમાં આગળ લખવામાં આવ્યું કે આ નોટિસ જોયા પછી એ વાત સ્પષ્ટ થાય છે કે અસ્પૃશ્યતા માત્ર જાતિના આધારે નથી, પરંતુ પૈસા અને કામના આધારે પણ થાય છે. TGPWUએ પોતાના ટવીટને શહેરી વિકાસ મંત્રી કેટી રામારાવ, તેલગંણાના સીએમઓ અને અન્ય અધિકારીઓને પણ ટેગ કર્યું અને તેમને આ નોટિસ બાબતે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો.

તો યૂઝરોએ પણ સોસાયટીના આ નોટીસ સામે ભડાશ કાઢી હતી. સુનીતા કરઘરે નામની યૂઝર્સે લખ્યું કે અત્યંત ભેદભાવપૂર્ણ અને શરમજનક  આ એક સુનિયોજિત રીતે અમને સેવા આપતા લોકોનો બહિષ્કાર છે. અહીં રહેતા લોકોનો અવાજ કયાં છે?

તો વેંકટ રેડ્ડી નામના યૂઝરે લખ્યું કે રસોઇમાં કામ કરતી નોકરાણીથી કોઇ સમસ્યા નથી, પરંતુ તેઓ જો લિફ્ટનો ઉપયોગ કરે તો પરેશાની છે. તમે જે પણ દ્રષ્ટિકોણથી જુઓ આ પુરી રીતે બકવાસ છે. કેટલાંક લોકોએ આ સોસાયટી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

ધ ન્યૂઝ મિનિટ સાથે વાતચીત કરતા TGPWUના પ્રદેશ અધ્યક્ષ સલાઉદ્દીને કહ્યુ કે ગીગ કામદારો અને ઘરેલું કામદારોને સમાનતા અને ન્યાયીપણાના મુળભૂત અધિકારીઓથી વંચિત રાખવામાં આવે છે. આ બંધારણીય અધિકારો છે, પરંતુ કેટલાંક એપાર્ટમેન્ટ્સ તેનું સરેઆમ ઉંલ્લંઘન કરે છે. આ વાત દુખદ છે કે કામદારો સાથે આ પ્રકારનો ભેદભાવ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp