હું જ્યોતિ મોર્ય નથી, કે એમને છોડી દઉં, દિવ્યાંગ પતિને ખોળામાં લઇને પત્ની.....

PC: navbharattimes.indiatimes.com

ઉત્તર પ્રદેશના SDM જ્યોતિ મૌર્ય ની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જ્યોતિ મૌર્ય પર આરોપ છે કે તેમણે SDM બન્યા બાદ પતિને છોડી દીધો હતો. આ દરમિયાન મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક મહિલા તેના દિવ્યાંગ પતિને ખોળામાં લઈને કલેક્ટર પાસે પહોંચી ત્યારે પત્રકારોએ પતિને ખોળામાં ઉઠાવવા વિશે સવાલ પુછ્યો પત્નીએ કહ્યું કે, હું જ્યોતિ મૌર્ય નથી કે એમને છોડી દઉં. પતિનું દર્દ કહીને તેણી રડવા લાગી હતી.

SDM JYOTI MAURYA

પતિને ગોદમાં ઉઠાવીને ક્લેકટર ઓફીસ પહોંચેલી મહિલાનું નામ પ્રિયંકા ગૌર છે અને તેણી હજુ 23 વર્ષની છે અને તેનો પતિ 30 વર્ષનો છે.એક રોડ અકસ્માત પછી પતિ અંશુલ દિવ્યાંગ થઇ ગયો હતો. હવે તે જાતે ચાલી શકે એવી સ્થિતિમાં નથી એવામાં પત્ની પ્રિંયંકા અંશુલ માટે સહારો છે. તેઓ મધ્ય પ્રદેશ પરસાનિયા ગામમાં રહે છે. પ્રિયંકા- અંશુલના લગ્ન વર્ષ 2017માં થયા હતા.

22 ફેબ્રુઆરી 2019માં રોડ અકસ્માતમાં અશુંલ ઘાયલ થયો હતો. તેને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તે ચાલવામાં અસમર્થ છે. પેરાલિસિસથી પણ પીડાય છે. ત્યારથી, પત્ની તેના દિવ્યાંગ પતિ માટે જવાબદાર લોકો પાસે મદદ મેળવવા માટે પહોંચી રહી છે. આર્થિક તંગીથી પરેશાન પ્રિયંકા તેના પતિ માટે સતત મદદની વિનંતી કરી રહી છે. સંજોગો અને પરિવારની સ્થિતિ સુધારવા માટે પ્રિયંકા સતત યુદ્ધ લડી રહી છે. પરંતુ તેની મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી.

આજે ફરી એકવાર પ્રિયંકાતેના પતિને ખોળામાંલઈને કલેક્ટરની જાહેર સુનાવણીમાં મદદ કરવા પહોંચી હતી. અહીં કલેક્ટરે તેમને મદદની ખાતરી આપી છે.

પ્રિયંકા તેની પતિ અંશુલને લઇને  મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની મુલાકાત કરવા માટે પણ ગઇ હતી, પરંતુ 7 દિવસ રોકાય પછી પણ તેની CM સાથે મુલાકાત થઇ નહોતી.

આર્થિક તંગીથી પરેશાન પ્રિયંકા તેના ઘરેણાં વેચીને 1 લાખ 30 હજાર રૂપિયા લઈને કાનપુર પહોંચી, જ્યાં તેના પતિ અંશુલ આદિવાસીની ન્યુરોન હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી. 1 મહિનો અને 10 દિવસ ત્યાંના રોકાણ દરમિયાન તેના તમામ પૈસા ખર્ચાઇ ગયા હતા. પૈસાની અછતને કારણે તે 9 જુલાઈના રોજ ગામ પરત આવી હતી. તે પતિ સાથે કલેક્ટર કચેરીની જાહેર સુનાવણીમાં પહોંચી હતી.

પ્રિયંકાએ મીડિયા સાથેની વાતચીતમા કહ્યુ હતું કે તેમના માથે 3 લાખ રૂપિયાનું દેવું થઇ ગયું છે અને હવે સારવાર માટે પણ પૈસા બચ્યા નથી.

અંશુલે જણાવ્યું કે તેની માતાનું વર્ષ 2015માં એક દુર્ઘટનામાં  મોત થયું હતું. તેમની માતા વિકાસ બ્લોક ગૌરીહરના કિતપુરા ગામમાં સરકારી હાઈસ્કૂલ કીતપુરામાં શિક્ષિકા હતા. જેઓ આગની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. હવે તે પોતાની રહેમ રાહે નિમણૂંકની માંગણી કરીને ફરે છે. તેમણે લોકસુનાવણીમાં કલેક્ટરને અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp