અગ્નિવીર હકદાર નથી તો જનપ્રતિનિધિઓને આ સુવિધા કેમ? હું પેન્શન છોડવા તૈયારઃ વરૂણ

PC: deccanherald.com

બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાની જ સરકાર સામે કડક વલણ અપનાવી રહ્યા છે. સમયાંતરે તેમણે સરકારની અનેક યોજનાઓની ટીકા પણ કરી છે. તાજેતરમાં તેમણે સરકારની અગ્નિપથ યોજના પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ ક્રમમાં બીજેપી સાંસદ વરુણ ગાંધીએ શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જો રાષ્ટ્રીય રક્ષકોને પેન્શનનો અધિકાર નથી તો હું મારું પોતાનું પેન્શન છોડવા પણ તૈયાર છું. ગાંધીએ પૂછ્યું કે, આપણે ધારાસભ્યો-સાંસદો આપણું પેન્શન છોડીને, અગ્નિવીરોને પેન્શન મળે તે સુનિશ્ચિત ન કરી શકીએ? ટૂંકા ગાળાની ફરજ બજાવનાર અગ્નિવીર પેન્શનનો હકદાર નથી, તો પછી આપણે જનપ્રતિનિધિઓને આ સુવિધા શા માટે?

આ પહેલીવાર નથી કે જ્યારે પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધીએ અગ્નિપથ યોજના પર કેન્દ્રની ટીકા કરી હોય. અગાઉ, તેમણે કહ્યું હતું કે, આ યોજના યુવાનોમાં વધુ અસંતોષને જન્મ આપશે અને આ અંગે સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.


તેમણે અગ્નિવીરોને નોકરીની તકો પૂરી પાડવાના કેન્દ્ર સરકારના ઈરાદા પર પણ શંકા વ્યક્ત કરી હતી. તેમણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખીને આ યોજના અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરવા વિનંતી કરી હતી. ભાજપના નેતાએ કહ્યું હતું કે જ્યારે સશસ્ત્ર દળો, સુરક્ષા અને યુવાનોના ભવિષ્યની વાત આવે ત્યારે સંવેદનશીલ સરકાર માટે 'પહેલા હડતાલ અને પછી વિચારવું' યોગ્ય નથી.

થોડાં સમય પહેલા વરુણ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે એક યુવાનનું સ્વપ્ન મરી જાય છે, ત્યારે આખા દેશનું સ્વપ્ન મરી જાય છે. શું 4 વર્ષ પછી અગ્નિવીરોનું સન્માનજનક પુનર્વસન થશે? હું માનું છું કે, જ્યાં સુધી સમાજના છેવાડાના વ્યક્તિનો અવાજ સાંભળવામાં ન આવે ત્યાં સુધી કોઈ કાયદો ન બનાવવો જોઈએ. જ્યારે ખેડૂતો પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા તો તેઓ ખાલિસ્તાની, યુવાનો સેનામાં ભરતી થવા માટે રસ્તા પર આવ્યા તો તેઓ જેહાદી. દેશભક્ત યુવક મનમાં ભારત માતાની સેવા સાથે રાખીને દધીચીની જેમ પોતાનાં હાડકાં ઓગાળી નાંખે છે, ત્યારપછી તેઓ સેનામાં નોકરી મેળવે છે. લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો દરેકને અધિકાર છે.

રક્ષા મંત્રાલયના 20 ટકાથી વધુ ખર્ચ માત્ર પેન્શન પર જ ખર્ચવામાં આવે છે. રક્ષા મંત્રાલય માટે 2022-23માં 5.25 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે, જેમાંથી 1.20 લાખ કરોડ રૂપિયા પેન્શન પર ખર્ચવામાં આવશે. એટલે કે, સંરક્ષણના કુલ બજેટના 23% માત્ર પેન્શન પર ખર્ચવામાં આવશે. એથી એવું સમજી શકાય કે સંરક્ષણ માટે જેટલું બજેટ હથિયારોની ખરીદી માટે રાખવામાં આવે છે, લગભગ એટલું જ બજેટ પેન્શન માટે રાખવામાં આવે છે. આ જ કારણ છે કે, ઘણીવાર પેન્શન ખર્ચ ઘટાડવાની વાત કહેવામાં આવે છે. તેથી, આ નવી યોજનાને પેન્શન ખર્ચની કપાત સાથે પણ જોડવામાં આવી રહી છે. તમને અહીં જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોમાં અગ્નિપથ ભરતી યોજનાને લગતી આશંકાઓને દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સુધારા અને સહાયક પગલાં લીધાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp