આનંદ મહિન્દ્રાએ શેર કર્યો અનોખી હૉટલનો વીડિયો, બોલ્યા-અહીં ઊંઘી નહીં શકું...

PC: livemint.com

દુનિયામાં ઘણી એવી હૉટલ અને રિસોર્ટ છે જે લોકોને અનોખા અનુભવ આપવા માટે જાણીતા છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એવી જ અનોખી હૉટલ રૂમનો વીડિયો શેર કર્યો છે, પરંતુ તેમાં એક ટ્વીસ્ટ છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો એક ભવ્ય અંડરવૉટર હૉટલનો છે. માલદીવમાં સ્થિત આ અંડરવૉટર હૉટલને ‘ધ મુરાકા’ કહેવામાં આવે છે. સી લેવલથી 16 ફૂટ નીચે સ્થિત, મુરાકા સમુદ્રી જીવનના મંત્રમુગ્ધ કરનારા દૃશ્યો સાથે, સમુદ્રની સપાટી નીચે રહેવાનો એક અનોખો અનુભવ પ્રદાન કરે છે.

જો કે, તેના આકર્ષણ છતા આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, હું તો અહીં રાત વિતાવવાની હિંમત નહીં કરું. તેમણે મજાકીયા અંદાજમાં કહ્યું કે, તેઓ એવી જગ્યા પર સંભવતઃ આખી રાત જાગતા રહેશે અને જોતા રહેશે કે ક્યાંક કાચમાં તિરાડ તો નથી આવી ગઈ? એક ટ્વીટર પોસ્ટમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, મુરાકા માલદીવની અને દુનિયાની પહેલી અંડરવૉટર હૉટલ સુઈટ છે. મને આ પોસ્ટ એ સૂચના સાથે મોકલવામાં આવી હતી કે અહીં રોકવાથી વિકેન્ડ સૌથી આરામદાયક હશે.

તેમણે ટ્વીટમાં આગળ બતાવ્યું કે, ઈમાનદારીથી કહું તો મને નથી લાગતું કે મને ઊંઘનું ઝોકું આવશે.. હું કાચની છતમાં તિરાડની શોધમાં જાગતો રહીશ. આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેચ્યું છે અને લોકોએ તેના પર મિશ્ર પ્રતિસાદ આપ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે, તમે સાચું કહી રહ્યા છો. તો કેટલાક કહ્યું કે, નહીં આ ખૂબ આનંદદાયક અને આરામદાયક જગ્યા છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે તેને દુનિયાની સૌથી પહેલી અંડરવૉટર હૉટલ બતાવવામાં આવી છે. જે માલદીવમાં આવી છે.

જો કે, આ અગાઉ પણ અંડરવૉટર હૉટલના ઘણા વીડિયો જે વાયરલ થતા રહ્યા છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે આ હૉટલના બેડરૂમથી વાયરલ થયો છે. જેમાં નજરે પડી રહ્યું છે કે, બેડરૂમની ચારેય તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને તેની વચ્ચે લક્ઝરી રૂમ દેખાઈ રહ્યો છે. આ રૂમમાં એ બધી સુવિધાઓ ઉપસ્થિત છે જે કોઈ ફાઇવ સ્ટારમાં ઉપસ્થિત હોય છે. હકીકતમાં અંડરવૉટર હૉટલની પરિકલ્પના કંઈક આ પ્રકારની હોય છે કે તે પાણીની અંડર ઉપસ્થિત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp