માળા, મીઠાઇ અને કોર્ટ ફીસ.. માત્ર 2000ના ખર્ચે IAS સાથે IPS અધિકારીના થયા લગ્ન

ભારતીય પ્રશાસનિક સેવા (IAS) અધિકારી યુવરાજ મરમટ સાથે ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી, પી મોનિકાના સાદગીપૂર્ણ લગ્ન ચર્ચામાં છે. અધિકારી કપલે ગયા અઠવાડિયે કોર્ટ મેરેજ કર્યા. ખાસ વાત એ છે કે મોટા હોદ્દા પર બેસનાર આ કપલના લગ્ન માત્ર 2,000 રૂપિયામાં થઈ ગયા. છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં ફરજ બજાવતા IAS અધિકારી યુવરાજ મરમટ તેલંગાણા કેડરના IPS અધિકારી પી. મોનિકા સાથે લગ્નના બંધનમાં બંધાયા છે.
કોર્ટ રૂમમાં જ તેમનો વરમાળા કાર્યક્રમ થયો. મતલબ સાદગીથી આ કપલે એક-બીજાને માળાઓ પહેરાવી અને ત્યાં ઉપસ્થિત લોકોને મીઠાઇ વહેચી. આ લગ્નમાં બે ફૂલ માળાઓ, મીઠાઇ અને કોર્ટ ફીસ મળીને 2,000 રૂપિયાનો ખર્ચ થયો. વર્ષ 2021માં UPSCમાં સિલેક્શન થવા અગાઉ યુવરાજ મરકટ IIT BHUમાં સિલેક્ટ થઈ ચૂક્યા છે. તો IPS અધિકારી પી. મોનિકા પેથોલોજીનો કોર્સ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમની રુચિ ફિટનેસ, સ્પોર્ટ્સ સિવાય બ્યૂટી ફેશનમાં પણ છે.
ટ્રેઇની IAS અધિકારી યુવરાજ મરકટની પહેલી પોસ્ટિંગ રાયગઢમાં થઈ છે. સહાયક કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળી રહેલા યુવરાજ મરકટ હાલમાં જ જિલ્લા મુખ્યાલય આવ્યા છે. તેમણે સૌથી પહેલા પોતાની પ્રેમિકા પી. મોનિકા સાથે કોર્ટ મેરેજ કરીને સેટલ થવાનું યોગ્ય સમજ્યું. ત્યારબાદ તેઓ આગળનો પ્લાન કરી રહ્યા છે. આ કોર્ટ મેરેજ બાદ બંને પતિ-પત્ની ન તો કેમેરા સામે આવી રહ્યા અને ન તો અચાનક કરેલા લગ્ન બાબતે કંઇ કહી રહ્યા છે.
બંનેએ સાદગી સાથે લવ મેરેજ કર્યા છે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ આ અવસર પર બંને અધિકારીઓએ શુભેચ્છા પાઠવતા આશીર્વાદ પણ આપ્યા. આ કોર્ટ મેરેજ દરમિયાન જિલ્લાના કલેક્ટર તારણ પ્રકાશ સિંહાએ નવ પરિણીત અધિકારી કપલને શુભેચ્છાઓ આપી. સાથે જ CEO જિલ્લા પંચાયત જિતેન્દર યાદવે પણ નવયુગલને પોતાની શુભેચ્છા આપી. અપર કલેક્ટર સુશ્રી સંતન દેવી જાંગડેએ મેરેજ સર્ટિફિકેટ સોંપ્યું. રાયગઢ જિલ્લાના આ અપર કલેક્ટર કાર્યાલયમાં આ બીજા મોટા લવ મેરેજ સંપન્ન થયા છે.
એ અગાઉ જિલ્લાના પૂર્વ કલેક્ટર રાનૂ સાહૂએ પણ કોર્ટ મેરેજ કર્યા હતા. રાયગઢ જિલ્લાના અપર કલેક્ટર કાર્યાલયમાં IAS અધિકારી યુવરાજ મરકટ અને IPS અધિકારી પી મોનિકાના કોર્ટ મેરેજથી અગાઉ વર્ષ 2012માં IAS અધિકારી રાનૂ સાહૂ રાયગઢ જિલ્લાના સરંગઢ તાલુકામાં SDM તરીકે પદસ્થ હતા અને જે.પી. મોર્ય રાયપુરમાં કાર્યરત હતા. એટલું જ નહીં, રાનૂ સાહૂ રાયગઢ કલેક્ટર પણ રહી ચૂક્યા છે. રાનૂ સાહૂ હવે EDની પકડમાં આવ્યા બાદ રાયપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp