પ્રેમજીના પરિવારે પાકિસ્તાન જવા ઝીણાનું આમંત્રણ સ્વીકાર્યું હોત તો...

PC: parhlo.com

દેશના સૌથી મોટા દાનવીન અઝીમ પ્રેમજીએ 53000 કરોડનું દાન કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી તેમના દાનનો આંકડો લગભગ દોઢ લાખ કરોડ પર પહોંચે છે. તેઓ મુકેશ અંબાણી પછી દેશના બીજા નંબરના ધનપતિ છે. તેમણે પહેલા જ પોતાની 50 ટકા સંપત્તિ દાન આપવા માટે જાહેર કરી દીધી છે. તેમણે હાલ કરેલી જાહેરાત પછી તેમની કંપનીઓ જો 1 રૂપિયો કમાય તો તેમાંથી 67 પૈસા અજીમ પ્રેમજી ફાઉન્ડેશનની જુદી જુદી સમાજ સેવાની પ્રવૃત્તિઓ પાછળ ખર્ચાશે. પ્રેમજી ફાઉન્ડેશન મોટાભાગે શિક્ષણના ક્ષેત્રમાં કામ કરે છે. તેઓ સરકારી શાળાઓને એડોપ્ટ કરીને સુધારે છે. આ ઉપરાંત એક યુનિવર્સિટી પણ ચલાવે છે જેનો 90 ટકા ખર્ચો ફાઉન્ડેશન ઉઠાવે છે.

અઝીમ પ્રેમજીની કંપની પહેલા વેજિટેબલ ઘી અને સાબુ બનાવતી હતી પરંતુ આઇટી બૂમ પછી તેમને ડાયવર્સિફિકેશન કર્યું અને આજે દુનિયાની મોટી આઇટી કંપનીઓમાંથી એક વિપ્રો છે.

જો પ્રેમજી ખાનદાનના ઇતિહાસની વાત કરીએ તો તેઓ મૂળ કચ્છના છે. પ્રેમજીનો જન્મ મુંબઇમાં વર્ષ 1945માં થયો હતો. તેઓ નિઝારી ઇસ્માઇલી શિયા મુસ્લિમ છે. તેમના પિતા હાશિમ પ્રેમજી અંગ્રેજી શાસન દરમિયાન રાઇસ કિંગ ઓફ બર્મા તરીકે જાણીતા હતા. દેશ આઝાદ થયો. ભાગલા થયા. ત્યારે પાકિસ્તાનની રચના કરાવનાર મોહમ્મદ અલી ઝીણાએ પ્રેમજી ખાનદાનને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમણે નકારી કાઢ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર આજે પણ ગુજરાતી મુસ્લિમોનો કબ્જો છે. તેમણે ત્યાં ઉદ્યોગ ધંધા વિકસાવ્યા છે. ત્યાંની સૌથી મોટી ખાનગી બેંક પણ ગુજરાતી વેપારીએ શરૂ કરી હતી. જે અગાઉ ગુજરાતમાં જ હતી. જો, પ્રેમજી ખાનદાને ઝીણાનું આમંત્રણ સ્વીકાર્યું હોત તો કદાચ અજીમ પ્રેમજીની વિપ્રો આજે દુનિયાની મોટી કંપનીઓમાં શામેલ ન હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp