એ રાત્રે ઓક્સિજન મળી જાત તો મારી મા બચી જાત, નહીં ભૂલાય એ રાત

PC: amarujala.com

23 એપ્રિલની એ રાત હું ક્યારેય ન ભૂલી શકું. જુઓ હજુ પણ મારા રૂવાંડા ઊભા થઇ રહ્યા છે. તે રાતે જો ઓક્સિજન મળી જાત તો મારી પ્રિય માતા આજે જીવિત હોત. તે મારી મિત્ર હતી અને સૌથી સારી શીક્ષિકા પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી આંખોની સામે તેમને તડપતા જોઇશ. તમે મહેસૂસ કરી શકો છો કે જ્યારે ડૉક્ટરે કહ્યું કે થોડા જ દિવસોમાં તેમને રજા આપી દેવામાં આવશે. હું ખુશ હતી. પણ અચાનક રાતે ફોન આવ્યો કે તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે અને ઓક્સિજન નથી.

અમે કોઇપણ રીતે રૂપિયાની વ્યવસ્થા કરી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે રાતે મદદ માગવા માટે મેં મારા મિત્રો, સંબંધી, પાડોશી અને હોસ્પિટલ સામે હાથ જોડ્યા પણ કોઇએ સાંભળ્યું નહીં. મારી માતા સીમા અવસ્થીને થોડા જ સમય પછી મૃત જાહેર કરી દેવામાં આવ્યા.

આ કહેતા જ 28 વર્ષીય નવ્યા રડી પડી. રડતા રડતા નવ્યા બોલી કે જે લોકો કહી રહ્યા છે કે ઓક્સિજનની અછત અને હોસ્પિટલમાં બેડ ન મળવાને લીધે કોઇના મોત નથી થયા, તેમને ભગવાન માફ કરશે નહીં. સરકારો ભગવાનથી ઉપર નથી. તેઓ જ અમારો ન્યાય કરશે.

નવ્યાએ કહ્યું કે, 8 એપ્રિલના રોજ મમ્મી કોરોના સંક્રમિત થયા હતા. અમે સૌ મળીને તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. અમે લોકો પણ આઇસોલેટ થઇ ચૂક્યા હતા. પણ મમ્મીની તબિયત ખરાબ થતી જઇ રહી હતી. અચાનકથી ઓક્સિજન લેવલ 60 થઇ ગયું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી તો અમે તેમને જયપુર ગોલ્ડન હોસ્પિટલ લઇ પહોંચ્યા.

આ હોસ્પિટલમાં પહેલા બેડ નહોતા. ખૂબ મુશ્કેલીથી લોકો સામે હાથ જોડ્યા પછી બેડ મળ્યો પણ બીજા દિવસે ડૉક્ટરોએ કહી દીધું કે પ્લાઝ્મા લઇને આવો. તો અમે પ્લાઝ્મા માટે દોડવા લાગ્યા. આ મુશ્કેલ સમય પણ અમે પાર કરી લીધો અને માતાના ઓક્સિજન સ્તરમાં સુધારો જોવા મળ્યો. ડૉક્ટરે પોતે જણાવ્યું હતું કે તેમનું ઓક્સિજન લેવલ 98 થઇ ચૂક્યું છે પણ રાતે ફોન કરીને કહ્યું કે ઓક્સિજનની વ્યવસ્થા કરી લો.

રાતે 10.50 વાગ્યે ગાર્ડે અમને ફોન કર્યો હતો અને પછી જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા તો રાતે 11.30 વાગ્યે મોત થવાની જાણકારી મળી. તે રાતે અમને કશું જણાવ્યું નહીં.

ચારેય બાજુ લોકો ભાગી રહ્યા હતા અને એજ કહી રહ્યા હતા કે ઓક્સિજન ખતમ છે પણ સવારે જ્યારે શવ લેવા હોસ્પિટલ પહોંચ્યા તો જાણ થઇ કે તેમની માતાનું નિધન ઓક્સિજન ન મળવાને લીધે થયું છે. ઓક્સિજન ન મળવાને લીધે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp