જો વસ્તી નિયંત્રિત નહીં થાય તો એક દિવસ કામાખ્યા મંદિર પર કબ્જો થઇ જશેઃ CM

PC: ndtv.in

આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ કહ્યું કે જો ઇમિગ્રન્ટ મુસ્લિમ પરિવારો કુટુંબ નિયોજન યોજનાનું પાલન કરે અને વસ્તીને કાબુમા રાખે તો જમીન અતિક્રમણ જેવી સામાજિક સમસ્યાનું નિવારણ આવી શકે. તેમણે રાજયના પ્રસિધ્ધ તીર્થ સ્થળનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો આ જ પ્રમાણે વસ્તી વિસ્ફોટ ચાલું રહેશે તો એક દિવસ કામાખ્યા મંદિરની જમીન પર પણ કબ્જો થઇ જશે, કદાચ મારા ઘર પર પણ અતિક્રમણ થઇ જાય એમ મુખ્યમંત્રીએ કહ્યું.

હિમંત બિસ્વા સરમાએ મુખ્યમંત્રી તરીકે એક મહિનાનો સમયગાળો પુરો કર્યો છે. તેમણે ગુવાહાટીમાં એક સંવાદદાતા સંમેલનમાં અતિક્રમણ વિરોધી અભિયાનોના સંદર્ભમાં પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા આ ટીપ્પણી કરી હતી. હકિકતમાં, આસામમાં અતિક્રમણ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે, જે લોકો ત્યા વિસ્થાપિત થયા છે તે અપ્રવાસી મુસ્લિમ  સમુદાયના લોકો છે.

એવું માનવમાં આવી રહ્યું છે કે મધ્ય અને નીચલા આસામમાં રહેવા વાળા બંગાળી ભાષી મુસ્લિમોએ બાંગ્લાદેશથી સ્થાંળતર કર્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એવું નેરેટિવ તૈયાર કર્યું હતું કે આસામના મૂળ સમુદાયને આનાથી બચાવવાની જરૂરત છે.

આસામની 3.12 કરોડની વસ્તીમાં અપ્રવાસી મુસલમાનોની હિસ્સેદારી લગભગ 31 ટકા જેટલી છે અને આસામની 126 વિધાનસભા સીટોમાંથી 35 સીટો પર તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે ગત વિધાનસભા સત્રમાં જ જનસંખ્યા નીતિ લાગૂ કરી દેવામાં આવી હતી. અમે ખાસ કરીને અલ્પ સંખ્યક મુસ્લિમ સમાજની સાથે મળીને કામ કરવા માંગીએ છીએ જેથી વસ્તીનો બોઝ ઘટાડી શકાય. ગરીબી અને અતિક્રમણ જેવા અનિષ્ટનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. જંગલો, મંદિરો અને વૈષ્ણમ મઠ સાથે જોડાયેલી જમીનો પર અતિક્રમણ કરવાની મંજૂરી આપી શકાય નહીં. સીએમએ કહ્યું કે મને એ લાગે છે કે આ બધું વસ્તી વિસ્ફોટને કારણે છે. તો બીજી તરફ હું એ વાત પણ સમજુ છું કે લોકો રહેશે કયા ?

મુખ્યમંત્રીએ કહ્યું કે જો આપણે વસ્તી પર નિયંત્રણ રાખીએ, જો ઇમિગ્રન્ટ મુસલમાનો યોગ્ય કુટુંબ આયોજનનો ધોરણોને અપનાવે તો અનેક સામાજિક અનિષ્ટનું સમાધાન થઇ શકે તેમ છે. તેમણે કહ્યું કે પોતે આ મુદ્દા પર બદરુદ્દદીન અજમલની પાર્ટી AIUDF અને ઓલ આસામ માઇનોરિટી સ્ટૂડન્ટસ યૂનિયન સાથે કામ કરવા માંગે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp