ગામ લોકોએ મત ન આપ્યા તો પૂર્વ સરપંચે બદલો લીધો; બનાવેલો રસ્તો તોડી નાંખ્યો
બિહારમાં પૂર્વ સરપંચના શરમજનક કૃત્યનો પર્દાફાશ થયો છે. ચૂંટણી હાર્યાના વર્ષો પછી પણ લોકોએ વોટ નથી આપ્યો તેમની પાસેથી તે બદલો લઈ રહ્યો છે. બદલાની આગમાં સળગતા પૂર્વ સરપંચે પોતે બનાવેલા રસ્તાનો નાશ કર્યો. પ્રશાસન દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે ગ્રામજનોએ જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી છે. રોડ તૂટી જવાના કારણે લોકોની મુશ્કેલી વધી છે. વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ અને તણાવ છે.
આ મામલો જહાનાબાદના સદર બ્લોકની નૌરુ પંચાયત સાથે સંબંધિત છે. પૂર્વ સરપંચ નાગેન્દ્ર યાદવ ઉર્ફે છોટન યાદવે સિબ્બલ બીઘા ગામ તરફ જતા રસ્તાને તોડીને વેરવિખેર કરી નાંખ્યો છે. છોટન યાદવે જ તેના પર ઈંટનું સોલિંગ કરાવ્યું હતું. પરંતુ તેઓ છેલ્લી ચૂંટણી હારી ગયા હતા.
હવે વર્તમાન સરપંચ બિહારી યાદવ તેમને PCC બનાવવા માંગતા હતા. પરંતુ જેમણે તેને મતદાન નથી કર્યું તેમનાથી બદલો લેવા માટે, ભૂતપૂર્વ સરપંચ છોટન યાદવે તેને કાસ્ટ કરતા પહેલા સોલિંગને સંપૂર્ણપણે ઉખાડી નાખ્યું છે અને આગળ પણ રોડ બનાવવા દેતો નથી. જેના કારણે આ વિસ્તારમાં વાહન વ્યવહાર થંભી ગયો છે.
નૌરુ પંચાયતમાં રહેતા એક ગ્રામીણે કહ્યું, 'પૂર્વ સરપંચ દબંગ સ્વભાવનો વ્યક્તિ છે. તે હંમેશા અમારી સાથે ખરાબ વર્તન અને ગાળો આપતો રહે છે અને અમને મારતો રહે છે. તે કહે છે કે મેં મારા પોતાના પ્રયાસોથી રસ્તો બનાવ્યો હતો. જ્યારે તમે લોકોએ મને પંચાયત ચૂંટણીમાં સમર્થન નથી આપ્યું તો, તમને આ રસ્તા પરથી જવા દેવામાં આવશે નહીં, તેના કારણે તે આવું કરી રહ્યો છે. આ કારણે વહીવટીતંત્રણે વિનંતી કરીએ છીએ કે પૂર્વ સરપંચ સામે કાર્યવાહી કરે.'
ભૂતપૂર્વ વડા છોટન યાદવની આ પ્રકારની હરકતોથી પરેશાન ગ્રામજનોએ આ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી છે. ગ્રામજનોએ DM ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. DMના આદેશ પર BDO અનિલ મિસ્ત્રી મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, CIAને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમની પાસેથી રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે. બીજી તરફ નાગેન્દ્ર યાદવનો દાવો છે કે, આ રોડ તેમની માલિકીની જમીન પર છે. ચૂંટણી હારી ગયેલા પૂર્વ મુખિયાએ પોતે બનાવેલો રસ્તો કેવી રીતે તોડી નાખ્યો તે બાબતે આ વિસ્તારમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં આ મામલાની ચર્ચાએ ખુબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેને રાજકીય બદલો લેવાનો મામલો પણ કહેવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp