મહિલાએ અધિકારીને માસ્ક બાબતે કહ્યું તો મહિલાના વાળ પકડી સૂવડાવી મારી, જુઓ વીડિયો

PC: youtube.com

એક તરફ કેન્દ્ર અને રાજ્યોની સરકાર માસ્કના નિયમોનું પાલન કરવા બાબતે નિયમો કડક બનાવી રહી છે અને બીજી તરફ કેટલાક સરકાર અધિકારીઓ આ નિયમોથી રોષે ભરાઈ રહ્યા છે. સરકારી કચેરીમાં સિનિયર અધિકારીને એક દિવ્યાંગ મહિલાએ માસ્ક પહેરવાનું કહ્યું. તો અધિકારીએ મહિલાની માસ્ક પહેરવાની વાતથી રોષે ભરાયા અને તેને મહિલા પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ કચેરીમાં રહેલા અન્ય કર્મચારીઓ મહિલાને બચાવવા માટે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહિલાને ઓફિસમાં માર મારનારા અધિકારી સામે સરકારે કડક પગલાં લઇને તેને નોકરી પરથી બરતરફ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર સિનિયર અધિકારી દ્વારા મહિલાને માર મારવાની ઘટના આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાની એક સરકારી કચેરીની છે. સરકારી કચેરીમાં કામ કરી રહેલી દિવ્યાંગ મહિલાએ તેના સિનિયર અધિકારી માસ્ક વગર ઓફિસમાં આવતા કોઈ ટીપ્પણી કરી હતી. જેથી અધિકારી રોષે ભારાયા હતા. રોષે ભરાયેલા અધિકારી મહિલાને માર મારવા માટે દોડ્યા હતા અને તેને મહિલાને વાળ પકડીને જમીન પર સુવાડાવીને માર માર્યો હતો. આ ઘટનાની જાણ અન્ય કર્મચારીઓને થતા તેઓ મહિલાને બચાવવા માટે દોડી આવ્યા હતા અને મહિલાને બચાવી હતી. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા CCTV કેમરામાં કેદ થઇ ગઈ છે.

CCTV કેમેરામાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, સિનિયર અધિકારી મહિલાને કઈ રીતે ક્રુરતાથી માર મારી રહ્યો છે. સિનિયર અધિકારીને રોકવા માટે એક કર્મચારી જાય છે તો તેને પણ અધિકારી જમીન પર પછાડી દે છે. અધિકારી પહેલા મહિલાને જમીન પર પાડી દે છે અને ત્યારબાદ નજીકમાં રહેલા ટેબલ પરથી કોઈ વસ્તુ લઇને મહિલાને માર મારે છે. ત્યારબાદ અન્ય એક કમર્ચારી વચ્ચે પડીને અધિકારીના હાથમાં રહેલી વસ્તુને છીનવી લે છે અને મહિલાને બચાવે છે. થોડી વાર પછી એક વ્યક્તિ બહારથી આવીને અધિકારીને ઓફિસમાંથી બહાર લઇ જાય છે.

આ સમગ્ર ઘટનાને પગલે આંધ્ર પ્રદેશ સરકારના સલાહકાર અને YSRC પાર્ટીના જનરલ સેક્રેટરી એસ. રાજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું વર્તન જરા પણ ચલાવી લેવાશે નહીં. વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિને બરતરફ કરવામાં આવશે. તેમને ટ્વીટરના માધ્યમથી પોલીસને આદેશ કર્યો છે કે, તેઓ આ સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp