ડિજિટલ અરેસ્ટનો ભોગ બનો તો આ રીતે Online ફરિયાદ કરો

PC: x.com

ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ અખબારોના પાના પર આવી રહ્યા છે ત્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક એડવાઇઝરી જારી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ હતું કે ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં દેશના લોકોએ 120.3 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

લોકોએ ધ્યાન રાખવું કે પોલીસ ક્યારેય વ્હોટસએપ કોલ કરતી નથી કે  FIR પણ વ્હોટેસએપ પર મોકલતી નથી.કોઇ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શંકાસ્પદ કોલ આવે તો તેનો ઉંચકવો નહી, જો ભૂલથી ફોન ઉંચકઇ જાય તો ડરવું નહી અને પર્સનલ અને ફાયનાન્શીલ બાબતો ફોન પર શેર કરવી નહીં. ફોન પર લાંબી વાત કરવી નહીં.

ધારો કે તમે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનો તો સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો અથવા  હેલ્પ લાઇન નંબર 1930 પર ફોન કરો. આ સિવાય તમે sancharsaathi.gov.in વેબસાઇટ પર જઇને પણ Online ફરિયાદ કરી શકો છો Citizen Centric Services પર ક્લીક કરવાની એ પછી Report Suspected Fraud Communication પર જઇને ક્લીક કરવી એ પછી Continue Reportingના ઓપ્શન પર જાઓ. એ પછી એક ફોર્મ ખુલશે તેમા ફેક કોલ અથવા ફેક મેસેજની ડીટેલ ભરો.  ફોર્મમાં એક લિસ્ટ હશે તમારી ફરિયાદ મુજબ તેની પર ટીક કરો. છેલ્લે તમારો મોબાઇલ નંબર અને નામ લખો. એ પછી કેપ્ચા કોડ અને OTP વેરિફિકેશન કરીને ફોર્મ સબમીટ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp