સાવધાન! ગાડીનો કાચ ગંદો કે તૂટેલો હશે તો પણ થઈ શકે છે દંડ

PC: khabarchhe.com

જો તમારા વાહનનો સામેનો કાચ તૂટેલો હોય અને તમે તેને બદલાવી રહ્યા ન હોઉ તો પણ તમારું ચલણ કપાઈ શકે છે. એટલું જ નહી કાચ ખરાબ હોય તો પણ તમારે દંડ ભરવો પડી શકે છે. માત્ર એટલું જ નહી અન્ય ઘણાં કારણોસર પણ તમારું ચલણ કાપી શકાશે જો તમને નિયમોની જાણ ન હોય તો.જાણો કયા કયા કારણોસર તમારી ગાડીનું ચલણ કપાઈ શકે છે અને કઈ રીતે બચી શકાય.

જો તમારા વાહન પર કોઈ જાતિ સૂચક કે પછી આપત્તિજનક શબ્દ લખ્યા હશે તો પણ તમારે દંડ ભરવો પડશે. તેના માટે પરિવહન વિભાગે મોટર વ્હીકલ એક્ટની ધારા 117 નો અવકાશ વધારી દીધો છે. જે ગુનાઓ હજુ સુધી નિર્ધારિત કરવામાં આવ્યા નહોતા હવે તેમને આ ધારા હેઠળ દંડ ભરવો પડશે.

વાત એમ છે કે, પાછલા બન્ને મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું છે. જેના હેઠળ દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આ સંશોધન પછી પણ અમુક એવા ગુનાઓ છે જેમનો દંડ કોઈ પણ ધારામાં થઈ શકે એમ નહતો. આવા ગુનાઓને મોટર વ્હીકલ એક્ટની ધારા 117માં સામેલ કરવામાં આવ્યા છે. આમ આ ધારા હેઠળ વાહનોમાં ખામીઓ મળવા પર તેમનો કબ્જો કરી લેવામાં આવશે.

ધારા-117 ની ખાસિયતઃ

નવા મોટર વ્હીકલ એક્ટમાં પોતાને સલામત રાખવા બાબતે જ નહી બલ્કે જે પણ રસ્તા પર ચાલી રહ્યું છે તેને પણ નુકશાન ન પહોંચે તેની જાણકારી આપવામાં આવી છે. જો કોઈના વાહનનો કાચ તૂટ્યો હોય તો તે પોતે તો અકસ્માતનો શિકાર બની જ શકે છે પણ સાથે જ અન્ય કોઈ વ્યક્તિને પણ નુકશાન પહોંચાડી શકે છે. એવી જ રીતે જો વાહનની વિઝિબિલિટિ બરાબર ન હોય તો કોઈને પણ નુકશાન પહોંચી શકે છે.

જો ગાડીની બેક લાઈટ તૂટી હોય કે હેડ લાઈટ ખરાબ હોય અને તમે અંધારામાં ગાડી ચલાવી રહ્યા હોવ એવી પરિસ્થિતિમાં વાહનનું ચલણ ધારા-117 હેઠળ કાપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp