IIM સંબલપુરની વિદ્યાર્થિનીએ બનાવ્યો અનોખો રેકોર્ડ, માઇક્રોસોફ્ટે લાખોના પેકેજ...

PC: moneycontrol.com

IIM સંબલપુરમાં ભણતી જયપુરની વિદ્યાર્થિની અવની મલ્હોત્રાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. IIM સંબલપુરના પ્લેસમેન્ટ સીઝનમાં અવનીને માઇક્રોસોફ્ટે 64.61 લાખ રૂપિયાના પેકેજ સાથે હાઈએસ્ટ પેકેજથી જોબ ઓફર કરી છે. એટલું જ નહીં, IIM સંબલપુરે ઇતિહાસ રચતા પોતાના MBA (2021-23) બેચને 100 ટકા પ્લેસમેન્ટનો રેકોર્ડ બનાવ્યો છે. અવની મલ્હોત્રાએ પોતાના કૉલેજ પ્લેસમેન્ટ દરમિયાન માઈક્રોસોફ્ટ દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂના 5-6 રાઉન્ડને સફળતાપૂર્વક પાર કરી દીધા છે.

તેને તેના મેનેજમેન્ટ ટેલેન્ટ અને ઈન્ફોસિસ સાથે 3 વર્ષ સુધી કામ કરવાના અનુભવના આધાર પર નોકરી આપવામાં આવી છે. અવની મલ્હોત્રાએ કમ્પ્યુટર સાયન્સમાં બીટેક પણ પાસ કર્યું છે અને તેનાથી તેને માઈક્રોસોફ્ટ ટીમને પ્રભાવિત કરવામાં મદદ મળી. અવની મલ્હોત્રા એ કહ્યું કે, હું વાસ્તવમાં IIM સંબલપુર અને એ ફેકલ્ટીની આભારી છું, જેમણે મને આ મુશ્કેલ યાત્રા દરમિયાન ટ્રેનિંગ આપી. હું પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાને આપવા માગીશ. એક શિક્ષક હોવાના કારણે મારી માતાએ હંમેશાં પરફેક્શનની ટેવો મારામાં ડેવલપ કરવામાં મદદ કરી.

IIM સંબલપુરના પ્લેસમેન્ટની વાત કરીએ તો MBA (વર્ષ 2021-23) બેચ માટે વાર્ષિક 64.61 લાખ ભારતમાં અને વાર્ષિક 64.15 લાખ ઇન્ટરનેશનલ સ્તર પર ઉચ્ચતમ પેકેજ સાથે 100 ટકા અંતિમ પ્લેસમેન્ટ હાંસલ કર્યા છે. બેચના ટોપ-10 વિદ્યાર્થીઓ માટે એવરેજ સેલેરી 31.69 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે અને પ્રમુખ રિક્રુટર્સમાં માઈક્રોસોફ્ટ, વેદાંતા, તોલારામ, અમૂલ, અદાણી, ઈવાઈ, એક્સેનચર, કોંગ્નિજેન્ટ, ડેલોઇટ અને અમેઝોન વગેરે સામેલ છે. આ બધાના કારણે સંસ્થાનું પ્લેસમેન્ટ રેકોર્ડ 100 ટકા રહ્યો.

અવની જેપી યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીની એક અલૂમની પણ છે. જેપી યુનિવર્સિટી તરફથી પોતાની લિંક્ડઇન પર પોસ્ટ કરી અવનિની આ શાનદાર સફળતાની જાણકરી આપી છે. સંસ્થાએ જણાવ્યું કે, અવનીને દિવસ પહેલા જ IIM સંભલપુરમાં સૌથી વધુ પેકેજવાળી ડ્રીમ જોબ ઓફર થઈ છે, જે સાબિત કરે છે કે દૃઢ ઈચ્છાશક્તિ અને સખત પરિશ્રમ હંમેશાં ઉપલબ્ધિના રૂપમાં પોતાનું મૂલ્ય હાંસલ કરે છે. IIM સંબલપુરે જણાવ્યું કે, આ વર્ષે પ્લેસમેન્ટ સીઝનમાં 130 કંપનીઓએ હિસ્સો લીધો જેમાં પહેલી વખત કંપનીઓએ 56 ટકાની વૃદ્ધિ સાથે નોકરી ઓફર કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp