જોશીમઠમાં હજુ વધારે પરિસ્થિતિ ખરાબ થવાની વકી, જાણો હવામાન વિભાગે શું કહ્યું

PC: timesofindia.indiatimes.com

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનનો ભય હજુ ટળ્યો નથી. આ પહાડી શહેરની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. હવે હવામાન વિભાગે જોશીમઠ માટે ભયજનક આગાહી જારી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 4 દિવસમાં જોશીમઠમાં વરસાદ પડી શકે છે. જેના કારણે ત્યાં ભૂસ્ખલનનું જોખમ વધશે અને તિરાડો પણ વધી શકે છે. વરસાદને કારણે ત્યાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે જોશીમઠના રસ્તાઓ, મકાનો અને હોટલોમાં પડેલી તિરાડો વધુ પહોળી થઈ ગઈ છે. ભૂસ્ખલનનો સામનો કરી રહેલા જોશીમઠના લોકો માટે હવામાન વિભાગના આ સમાચાર હેરાન કરી દે એવા છે. હવામાન વિભાગે આગાહી જારી કરી છે કે આગામી ચાર દિવસ જોશીમઠ માટે ભારે પડી શકે છે. આગામી ચાર દિવસ સુધી જોશીમઠ અને ઉત્તરાખંડના અન્ય પહાડી વિસ્તારોમાં વરસાદની સંપૂર્ણ આગાહી છે.

બગડતા હવામાનને કારણે જોશીમઠના લોકો ભયભીત છે. ભૂસ્ખલનની ઘટના પછી, તિરાડોમાં ભેજ વધી શકે છે અને તેના કારણે તિરાડો વધુ વધી શકે છે. તિરાડોની ચિંતા વચ્ચે લોકોને એવો પણ ભય છે કે વિસ્તારોમાં પાણીના નવા સ્ત્રોત પણ ફૂટી શકે છે. ભૂસ્ખલન અને તિરાડોની ઘટનાઓ પછી પહાડી શહેરમાં તિરાડોમાં માટી ભરવામાં આવી રહી છે. પરંતુ જો વરસાદ પડે તો આ કામને પણ અસર થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ પહાડી વિસ્તારોમાં 21 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે 18 જાન્યુઆરીએ જોશીમઠમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવોનો વરસાદ પણ જોવા મળી શકે છે. 19 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 12 ડિગ્રી રહી શકે છે. 19 જાન્યુઆરીએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 20 જાન્યુઆરીએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જાન્યુઆરીએ જોશીમઠનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 14 ડિગ્રી રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp