IMFનું અનુમાનઃ 2021મા ભારતનું દેવું વધીને GDPના 90% સુધી થઇ શકે છે

PC: business-standard.com

IMFએ અનુમાન લગાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્યો સહિત સરકારી દેવું 2021-22 દરમિયાન GDPના રેકોર્ડ 90.6 ટકા સુધી વધી જશે. જે ગયા વર્ષે 89.6 ટકા હતું. IMFએ પોતાના નવા ફિસ્કલ મોનિટરમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2023 દરમિયાન આ 88.8 ટકા થઇ જશે. પણ આવતા પાંચ વર્ષો દરમિયાન 2026-27 સુધીમાં 85 ટકાથી વધારે રહેશે.

દેશમાં કોરોના વાયરસના આવવા પહેલા સરકારી દેવું 80 ટકાથી ઓછું હતું. 2020માં દેશનું દેવું GDPને અનુરૂપ 74 ટકા હતું. જે પાછલા નાણાકીય વર્ષમાં 70.4 ટકા, નાણાકીય વર્ષ 2018માં 69.7 ટકા અને તે પહેલાના વર્ષમાં 68.9 ટકા હતું. વર્ષ 2021 માં ભારતનું દેવું વધીને GDP ના 90.6 ટકા થવાની ધારણા છે.

મંગળવારે IMFએ કહ્યું હતું કે, ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા બની રહેશે. IMF દ્વારા બહાર પાડવામાં આવેલા અનુમાન અનુસાર ભારત આ નાણાકીય વર્ષમાં 9.5 ટકા અને આવતા નાણાકીય વર્ષમાં 8.5 ટકાના વૃદ્ધિ દરની સાથે દુનિયાની સૌથી ઝડપથી વધતી પ્રમુખ ઈકોનોમી બની રહેશે. IMFએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. જ્યારે વર્ષ 2022 માટે અનુમાન લગાવ્યું છે કે તે વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે. ભારતનો સૌથી ઝડપી આર્થિક વિકાસ દર હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે અમેરિકાથી આ દર 5.2 ટકા સુધી રહી શકે છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2026-27 સુધી ભારતીય અર્થતંત્ર 6.1 ટકાના દરે વૃદ્ધિ ચાલુ રાખશે.

નાણાકીય વર્ષ 2021માં કેન્દ્રનું દેવું જીડીપીના 58.8 ટકા હતું. નાણાકીય વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં તે જરા ઘટીને 57.6 ટકા પર આવી ગયું. IMF એ તેની રિપોર્ટમાં કહ્યું હતું કે રાજકોષીય દૃષ્ટિકોણ માટે જોખમો વધ્યા છે. વર્લ્ડ ઈકોનોમીમાં આવી મુશ્કેલીઓ વેક્સીન ઉત્પાદન અને વિતરણમાં વૃદ્ધિને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને ઉભરતા બજારો અને ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશો માટે સમસ્યા વિકટ બની છે.

ફેબ્રુઆરીના બજેટમાં ગ્રોસ માર્કેટ ક્રેડિટના 12.05 ટ્રિલિયન રૂપિયાની જાહેરાત બાદ, સરકારે મે મહિનામાં કહ્યું કે તેમણે GST વળતરની અછતને પૂરી કરવા માટે બજારથી વધારાના 1.58 ટ્રિલિયન રૂપિયા ઉધાર લેવા પડી શકે છે. જોકે, બજારમાંથી ઉધારી કેન્દ્રના કુલ દેવાનો એક નાનો ભાગ છે. જેમકે આ Q1FY22 દરમિયાન કુલ દેવું 6.1 ટકા હતું. IMFએ ભારતના કેન્દ્ર અને રાજ્યો બંનેની રાજકોષીય ખાધને નાણાકીય વર્ષ 22માં બેગણા અંકોમાં રહેવાનું અનુમાન લગાવ્યું. જ્યારે તે ગયા વર્ષના 12.8 ટકાથી GDPના 11.3 ટકા થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp