PM મોદીને ઇમરાન ખાનના સમર્થન પાછળ કોંગ્રેસની ચાલ હોઇ શકે : નિર્મલા સીતારમન

PC: Scroll.in

રક્ષા મંત્રી નિર્મલા સીતારમને આરોપ લગાવ્યો છે કે PM નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવાને લઇને પાકિસ્તાનના PM ઇમરાન ખાને આપેલું નિવેદન એક કોંગ્રેસની ચાલ હોઇ શકે છે. એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, મને નથી ખબર કે તેમને આવું નિવેદન કેમ આપ્યું. હું જે નિવેદન આપી રહી છું એ મારું વ્યક્તિગત નિવેદન છે કે કોંગ્રેસના ઘણાં નેતાઓ પાકિસ્તાન જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવાં માટે મદદ માગી રહ્યાં હતા. તેમણે ત્યાં જઇને કહ્યું હતું કે, PM મોદીને હટાવવામાં અમારી મદદ કરો. ઇમરાન ખાનનું નિવેદન પણ તેમની આ યોજનાનો ભાગ તો નથી ને, મને નથી ખબર કે આનો શું અર્થ કાઢવો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને થોડા દિવસો પહેલા વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે BJP સરકાર બનવા પર કાશ્મીરના મુદ્દે કોઇ રસ્તો નીકળી શકે છે. તેમણે કહ્યું હતું કે, જો BJPની સરકાર ફરી બને તો કાશ્મીર મુદ્દે કોઇ ઉકેલ આવશે પરંતુ જો કોંગ્રેસની સરકાર બની તો આ મુદ્દે સમજૂતી થવી મુશ્કેલ છે.

આ ઉપરાંત નિર્મલા સીતારમને આઝમ ખાન પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, આવા નેતાઓએ બોલતા પહેલા વિચારવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp