1954માં નહેરુને જોવા કુંભમાં ભાગદોડ મચેલી 1000 લોકોએ જીવ ગુમાવેલા

PC: x.com

મહાકુંભ 2025માં અનેક લોકોએ ભાગદોડ મચવાને કારણે જીવ ગુમાવ્યા છે, પરંતુ આ પહેલાં પણ અનેક કુંભ મેળામાં આવા અકસ્માતો થયા છે. અંગ્રેજોના સમયમાં પણ કુંભમાં લોકોના મોતની ઘટના બની હતી. 1820માં હરિદ્વાર કુંભ મેળામાં 450 લોકોએ જીવ ગુમાવેલા.

1954માં જ્યારે સ્વતંત્ર ભારતનો પ્રથમ કુંભ મેળો પ્રયાગરાજમાં આયોજિત થયો હતો ત્યારે તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કુંભ મેળામાં ગયા હતા અને તેમને જોવા લોકોની મોટી ભીડ જમા થઇ હતી. લોકોની ભીડ તેમના તરફ આવી રહી છે એવું માનીને સાધુ સંતોએ તલવાર અને ત્રિશુળથી લોકો પર હુમલો કર્યો અને તેમાં મચેલી ભાગદોડમાં 1,000 લોકોના મોત થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ 2019માં આ ઘટના માટે નહેરુને જવાબદાર ગણ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp