જાણો પતિ, પત્નિ અને વોના સીનમાં આખરે શું થયું?

PC: angelgupta.com

વબાનામાં લેડી ટીચર સુનીતાના મર્ડર કનેક્શનમાં બોલિવુડની એક ઉભરતી એક્ટ્રેસ એન્જલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. સુનિતાના પતિ મંજીત અને એન્જલના માનીતા બિઝનેસમેન પિતા રાજીવ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. દિલ્હીના ગામના એક છેડા પર થયેલ હત્યાનું મુંબઇ કનેક્શન પલીસને પણ વિચારવા મજબૂર કરી રહ્યું છે. પરંતુ પતિ પત્ની અને વોના પ્રણય ત્રિકોણના સંબંધોની ખુલેલી આ હકીકતમાં પતિ સાથે સાત ફેરા લેનાર સુનીતા નામનું પાત્ર હવે આ દુનિયામાં નથી. ગત સોમવારે ઘરથી ફક્ત સાત કિલોમીટર દૂર સુનીતાને ગોળીએ દેવામાં આવી.

આ યોજના પાછળની હકીકત છુપાઇ હતી સુનીતાની લખેલી એક પર્સનલ ડાયરીમાં મંજીત અને એન્જલના મોબાઇલની સીડીઆરમાં સુનીતાની હત્યાની યોજના તેના પતિ મંજીત, તેની પ્રેમિકા એન્જલ અને માનીતા પિતા દ્વારા ઘડવામાં આવી હતી. મંજીત પણ મોડલ રૂપે પોતાની કિસ્મત અજમાઇ ચૂક્યો છે. પોલીસની માનીએ તો 26 વર્ષની શશીપ્રભા નામની યુવતી જે હવે એન્જલ ગુપ્તાના નામથી જાણવામાં આવે છે. તે યુપીની રહેવાસી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, એકસ્ટ્રા મેરિકલ અફેર્સના કારણે પત્નીની હત્યા કરવામાં આવી છે.
મૃતક સુનીતાનો પતિ મંજીત વ્યવસાયે પ્રોપર્ટી ડિલર હતો. તેનું મુંબઇની જ એક મોડલ સાથે પાંચ વર્ષની અફેર હતું. અને આ એફેરની જાણકારી એન્જલના પિતાને પણ હતી. હકીકતમાં સુનીતાનો પતિ અને મોડલ એન્જલ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. એન્જલ તે માટે સતત મંજીત પર પ્રેસર કરતી હતી. પરંતુ સુનીતા તેના પતિને ડિવોર્સ આપવા તૈયાર ન હતી. તેથી સુનીતાને રસ્તામાંથી હટાવવા તેની હત્યાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. ભાડાના હત્યારાઓએ વબાનામાં 29 ઓક્ટોબરની સવારે સુનીતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં મંજીતે પોતાની પત્નીને મારવા અને પોતાનો રસ્તો સાફ કરવા ત્રાહિત વ્યક્તિને રૂ.10 લાખની સોપારી આપ્યાની વાત પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp