CM યોગી રાજમાં ગૌરક્ષકોની હિંસામાં નોંધાયો અધધધ વધારો, સરકાર સામે ઉઠ્યા પ્રશ્ન

PC: thequint.com

બુલંદશહેરમાં ઉગ્ર ભીડ વચ્ચે થેયલી ઈન્સ્પેક્ટરની હત્યા પછી સીએમ યોગી આદિત્યનાથની સરકારની કાર્યવાહી વિશે પ્રશ્નો ઊભા થયા છે. યોગીની સરકારમાં ગૌરક્ષા અને તેની સાથે સંકળાયેલી હિંસામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માર્ચ 2017માં યોગીની સરકાર આવ્યા બાદ યુપીમાં ગાય સંરક્ષણથી સંબંધિત હિંસાના બનાવોમાં 69 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડો FactChecker.in ડેટાબેઝે આપ્યો છે. જે આ પ્રકારના ગુનાઓને ટ્રેક કરે છે.

2018માં યુપીમાં ગૌરક્ષકોએ 21 હુમલાઓ કર્યાં. તેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. હાપુડમાં 45 વર્ષીય કાસીમ કુરેશીથી લઇને બરેલીમાં 20 વર્ષીય શાહરુખ સહિત 5 લોકોની જાન ગઈ છે. હવે બે દિવસ પહેલાં વધુ એક પોલીસ ઈન્સ્પેક્ટર અને એક યુવકની હત્યા ગૌરક્ષકોની હિંસાની સૂચિમાં શામેલ થઈ ગઈ છે. વર્ષ 2017માં ગાય-સંબંધિત હિંસામાં પશ્ચિમ બંગાળ ટોપ પર હતું. જ્યાં પાંચ લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 2018માં સમગ્ર દેશમાં થયેલા 21 હુમલામાં 10 લોકોના મોત થયા છે. 2017માં કરવામાં આવેલી હત્યાની સંખ્યા કરતાં આ સંખ્યા માત્ર એક એકમ જ ઓછી છે. 2010માં ગૌરક્ષકોની હિંસા સાથે જોડાયેલા ડેટાબેઝ બનવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારથી આ હુમલાઓ વધુ જીવલેણ બનતાં ગયા છે.

બુલંદશહરનો આ છેલ્લો કેસ છે. જ્યાં ગૌરક્ષકોની ભીડે પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહને ગોળી મારી દીધી. 2010 પછી એટલે કે જ્યારથી આ ડેટાબેઝ શરૂ કરાયો તે સમયથી ગૌરક્ષા સાથે જોડાયલી 97 ટકા હિંસા 2014 પછી થઈ છે. વર્ષ 2018માં યુપીમાં થયેલા હુમલામાં 40% જેટલા લોકો માર્યા ગયા. જેમાંના 29 ટકા કિસ્સાઓ ગૌ રક્ષણથી સંબંધિત હિંસા હતી. હરિયાણામાં 11 હુમલાઓમાં 5 મોત થયા છે. મધ્ય પ્રદેશમાં સાત હુમલામાં ત્રણ મૃત્યુ, રાજસ્થાનમાં સાત હુમલામાં ચાર મોત અને ઉત્તરપ્રદેશમાં 16 હુમલામાં 9 મોત થયા છે. ઝારખંડમાં નવ હુમલામાં પાંચના મોત, ગુજરાતમાં આઠ હુમલાઓમાં એક અને કર્ણાટકમાં આઠ હુમલાઓમાં એકનું મોત થયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp